કોંગ્રેસ નેતા કન્હૈયા કુમારે મંગળવારે આરોપ લગાવ્યો કે ભાજપનો ઉદ્દેશ્ય બિહાર વિધાનસભા ચૂંટણી સુધી નીતિશ કુમારનો ઉપયોગ કરવાનો છે અને ચૂંટણી પછી તેમને હટાવીને પોતાના મુખ્યમંત્રી બનવાની તૈયારી કરવાનો છે. મતદાતા અધિકાર યાત્રા દરમિયાન કન્હૈયા કુમારે કહ્યું હતું કે બિહારના લોકો સીધા ભાજપને સત્તા સોંપવા તૈયાર નથી, તેથી પાર્ટી પડદા પાછળથી સરકાર બનાવવાનો પ્રયાસ કરી રહી છે. ચૂંટણી પંચે ભલે કહ્યું હોય કે તે કોઈ પક્ષની તરફેણમાં કે વિરુદ્ધમાં નથી, પરંતુ નિષ્પક્ષતા જાળવવાની સખત જરૂર છે.કન્હૈયા કુમારે કહ્યું કે અમે બિહારના નાગરિકોને કહેવા માંગીએ છીએ કે મતદાન એટલે લોકોના શાસન. જા તમે મતદાનનો અધિકાર છીનવી લો છો, તો તમે સીધા લોકશાહીને અલોકશાહીમાં ફેરવી રહ્યા છો. ગઠબંધન ભાગીદારો અને વિપક્ષી પક્ષો વચ્ચે પહેલા જે ગેરસમજ હતી કે કોંગ્રેસ મજબૂત થવાથી તેમને નુકસાન થશે તે હવે સંપૂર્ણપણે દૂર થઈ ગઈ છે. કોંગ્રેસે ગઠબંધન સરકારો સફળતાપૂર્વક ચલાવી છે.મહાગઠબંધન સરકાર બનાવવાના પ્રશ્ન પર, કન્હૈયાએ કહ્યું કે ગત ચૂંટણીમાં, મહાગઠબંધન અને એનડીએ વચ્ચે ફક્ત ૧૨,૦૦૦ મતોનો તફાવત હતો, તેથી એવું કહેવું યોગ્ય રહેશે નહીં કે એનડીએની સ્થતિ મજબૂત છે. અમિત શાહજીએ અગાઉ કહ્યું હતું કે નીતિશ કુમાર માટે બધા દરવાજા બંધ છે, પરંતુ પછી તેઓ પોતે નીતિશ કુમાર સાથે ઉભા જાવા મળ્યા હતા. ભાજપ સારી રીતે જાણે છે કે તે એકલા બહુમતી મેળવી શકશે નહીં.બિહારમાં મતદાર યાદીના ખાસ સઘન સુધારણા સામે વિપક્ષના વિરોધ પર પ્રતિક્રિયા આપતા, કન્હૈયા કુમારે કહ્યું કે જ્યારે રાહુલ ગાંધીએ પુરાવા આપીને હકીકતો રજૂ કરી, ત્યારે ચૂંટણી પંચે સ્વીકાર્યું કે સમસ્યા છે અને તેને સુધારવા માટે એસઆઈઆરની પ્રક્રિયા શરૂ કરવામાં આવી રહી છે. છેવટે, કોના દબાણ હેઠળ ચૂંટણી પંચ રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવેલા પુરાવા પર કાર્યવાહી કરવાનો ઇનકાર કરી રહ્યું છે.મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારની પ્રેસ કોન્ફરન્સનો ઉલ્લેખ કરતા કન્હૈયા કુમારે કહ્યું કે ચૂંટણી પંચ એમ કહીને આ મામલાથી હાથ ધોઈ રહ્યું છે કે સીસીટીવી ફૂટેજ આપી શકાતા નથી કારણ કે તે ગોપનીયતાનો મામલો છે. અમે કોઈ વ્યક્તિગત કે બેડરૂમ સંબંધિત ડેટા માંગી રહ્યા નથી, અમે ફક્ત ખાલી મતદાન મથકોનો ડેટા માંગી રહ્યા છીએ.રાહુલ ગાંધી દ્વારા સાસારામથી યાત્રાની શરૂઆતમાં તેજસ્વી યાદવને જીપની ડ્રાઇવિંગ સીટ પર બેસાડવા અંગે કુમારે કહ્યું કે આ મહાગઠબંધન ફક્ત એક રાજકીય પ્લેટફોર્મ નથી પરંતુ લોકશાહી બચાવવાનો પ્રયાસ છે. આમાં રાહુલ ગાંધીની ભૂમિકા તેજસ્વી યાદવ અને અન્ય નેતાઓ જેટલી જ મહત્વપૂર્ણ છે. તેજસ્વી યાદવને મુખ્યમંત્રી પદના દાવેદાર તરીકે ગણવાના પ્રશ્ન પર કુમારે કહ્યું કે અમને વિશ્વાસ છે કે સંયુક્ત પ્રયાસોથી આપણને બહુમતી મળશે અને અમારી સરકાર બનશે. આ ઉપરાંત, કન્હૈયા કુમારે રાહુલ ગાંધીના જાહેર મુદ્દાઓ ઉઠાવવાના પ્રયાસોની પણ પ્રશંસા કરી.









































