ધારાસભ્ય શૈલેષ સોટ્ટાએ જાહેર મંચ પર નિવેદન આપતા ચકચાર મચી છે.જેમાં એપીએમસીની ચૂંટણીમાં ભાજપનો જૂથવાદ સામે આવ્યો છે.દરમિયાન ધારાસભ્ય શૈલેષ મેહતાએ જાહેરમંચ પરથી નિવેદન આપ્યું હતું.ધારાસભ્યે આપણા જ લોકો વિરોધીઓને મદદ કરી રહ્યા હોવાનું નિવેદન આપ્યું હતું.

તે સિવાય તમામ લોકોના નામ મારી પાસે આવી ગયા છે, એમ પણ શૈલેષ સોટ્ટાએ કહ્યું હતું. શૈલેષ સોટ્ટાએ કહ્યું હતું કે આગામી ૧૦ તારીખે એપીએમસીની ચૂંટણી થશે.તે સિવાય ૧૧ તારીખે તેમને સમજાશે ભાજપની વિરુદ્ધ જઈને શું મળ્યુંપ? ગદ્દારી કરવા નિકળેલ લોકોને મારી ખુલ્લી ચેલેન્જ છે એમ શૈલેષ સોટ્ટાએ કહ્યું હતું. એપીએમસીની એક સીટ જીતાડીને તમે બતાવજા, એમ શૈલેષ સોટ્ટાએ વધુમાં કહ્યું હતું. આગામી ૧૦ નેવેમ્બરે ડભોઇ એપીએમસીની ચૂંટણી યોજવાની છે.