અમરેલી જિલ્લા ભાજપ દ્વારા દરેક શહેરો માટે પ્રશિક્ષણ વર્ગનુ આયોજન કરવામાં આવી રહ્યુ છે. જેમાં બગસરા શહેરનો પ્રશિક્ષણ વર્ગ ગીરનારી આશ્રમ(ગીતાદીદી) ગાવડકા ચોકડી ખાતે રાખવામાં આવેલ છે. જેમાં અપેક્ષિત કાર્યકર્તાઓ, શહેર મંડળના કારોબારી સભ્યો, સેલ-મોરચાના પ્રમુખ તથા મહામંત્રીઓએ ખાસ ઉપÂસ્થત રહેવુ.આવતીકાલ તા.ર૧થી સવારના ૯ વાગ્યાથી તા.રરના બપોરના રઃ૦૦ વાગ્યા સુધી પ્રશિક્ષણ વર્ગ યોજાશે. પ્રશિક્ષણ વર્ગમાં રાત્રિ રોકાણ ફરજિયાત છે. અને રૂ.૧૦૦ ભરી રજિસ્ટ્રેશન કરાવવુ પણ ફરજિયાત છે તેમ બગસરા શહેર ભાજપ મહામંત્રી ભાવેશ મસરાણીની યાદીમાં જણાવાયુ છે.