ઝારખંડ વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યમાં ગેરકાયદેસર બાંગ્લાદેશી વસાહતીઓની ઘૂસણખોરીને લઈને હોબાળો મચી ગયો છે. આ અંગે ઝારખંડ મુકતી મોરચાના કેન્દ્રીય મહાસચિવ સુપ્રિયો ભટ્ટાચાર્યએ શુક્રવારે ભારતીય જનતા પાર્ટી પર વળતો પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે ભાજપ ચૂંટણીને કારણે ‘કોમ્યુનલ ડેમોગ્રાફી’ની વાત કરી રહી છે. રાજ્યમાં અસમંજસની સ્થીતિ સર્જાઈ રહી છે.
ભટ્ટાચાર્યએ જણાવ્યું હતું કે અમારા રાજ્યમાં ઘૂસણખોરીને લઈને હાઈકોર્ટમાં ચાલી રહેલા કેસમાં કેન્દ્ર સરકારે ગઈકાલે એફિડેવિટ દાખલ કરી છે. અમે એ સોગંદનામું પણ વાંચ્યું છે. આગામી સુનાવણી પહેલા બીજેપીનું નિવેદન આવ્યું કે ડેમોગ્રાફી બદલાઈ ગઈ છે, બાંગ્લાદેશી ઘૂસણખોરી થઈ છે. ભટ્ટાચાર્યએ કહ્યું, ‘ભારત સરકાર અને તેના અધિકારીઓએ ક્યાંય ઉલ્લેખ કર્યો નથી કે સંથાલ પરગણા ક્ષેત્રમાં બાંગ્લાદેશી લોકો આવી રહ્યા છે અને રહે છે, તે એફિડેવિટમાં ૨૦૧૧ની વસ્તી ગણતરીને આધાર બનાવવામાં આવ્યો છે.’
ભટ્ટાચાર્યએ કહ્યું કે કેન્દ્રએ એફિડેવિટ દાખલ કરીને ઝારખંડમાં ગેરકાયદેસર બાંગ્લાદેશી વસાહતીઓની હાજરીને સ્વીકારી છે. તેમણે કહ્યું, ‘ઝારખંડમાં મૂંઝવણ સર્જાઈ રહી છે. કારણ કે ચૂંટણી આવી રહી છે, ભાજપ પાસે કોઈ મુદ્દો નથી, તેથી કોમ્યુનલ ડેમોગ્રાફીની વાત કરવામાં આવી રહી છે. કેવો ખેલ ચાલી રહ્યો છે, તેમાં કોર્ટને કેમ લાવવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે કોર્ટમાં જે કંઈ ચાલી રહ્યું છે તેની ચર્ચા પાર્ટી કાર્યાલયમાં થઈ રહી છે.
જણાવી દઈએ કે જુલાઈ ૨૦૨૪માં ઝારખંડ હાઈકોર્ટે રાજ્ય સરકારને સંથાલ પરગણા ક્ષેત્રમાંથી ઘૂસણખોરી કરતા ગેરકાયદેસર બાંગ્લાદેશી ઈમિગ્રન્ટ્સ વિરુદ્ધ કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. ઝારખંડમાં આ વર્ષના અંતમાં ૮૧ સભ્યોની વિધાનસભા માટે ચૂંટણી
આભાર – નિહારીકા રવિયા યોજાવાની છે, કારણ કે વર્તમાન સરકારનો કાર્યકાળ ૨૦૨૪ માં સમાપ્ત થઈ રહ્યો છે. જા કે, ભારતના ચૂંટણી પંચે હજુ સુધી તારીખોની જાહેરાત કરી નથી.