કોંગ્રેસે ડિસેમ્બરમાં દિલ્હીના રામલીલા મેદાનમાં એસઆઇઆર વિરુદ્ધ રેલીની જાહેરાત કરી છે. કોંગ્રેસનો આરોપ છે કે ચૂંટણી પંચ ભાજપ અને પીએમ મોદીની તરફેણમાં કામ કરી રહ્યું છે અને લોકશાહીને નબળી પાડી રહ્યું છે. મલ્લિકાર્જુન ખડગેનો આરોપ છે કે ભાજપ એસઆઇઆરનો ઉપયોગ હથિયાર તરીકે કરવાનો પ્રયાસ કરી રહી છે.કોંગ્રેસ શરૂઆતથી જ કેન્દ્ર સરકારના એસઆઇઆરનો વિરોધ કરી રહી છે. હવે, કોંગ્રેસ એસઆઇઆર વિરુદ્ધ દિલ્હીમાં રેલી યોજવાનું આયોજન કરી રહી છે. આ રેલી ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં રામલીલા મેદાનમાં યોજાશે. એસઆઇઆર પર કોંગ્રેસની બેઠક બાદ સંગઠન મહાસચિવ કે.સી. વેણુગોપાલે આ રેલીની જાહેરાત કરી હતી. હકીકતમાં, એસઆઇઆર રાજ્યોના વરિષ્ઠ નેતાઓ સાથે એક બેઠક યોજાઈ હતી. રાહુલ ગાંધી અને ખડગે આ બેઠકમાં હાજર રહ્યા હતા.કોંગ્રેસનો આરોપ છે કે ચૂંટણી પંચ ભાજપ અને પીએમ મોદી માટે કામ કરી રહ્યું છે. રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેએ આ અંગે બધાને ચેતવણી આપી છે. કેસી વેણુગોપાલે આરોપ લગાવ્યો છે કે ચૂંટણી પંચ લોકશાહી અને વિપક્ષી પક્ષોનો નાશ કરવાનો ઇરાદો ધરાવે છે. ખડગેએ કહ્યું કે કોંગ્રેસ સાચા મતદારોને દૂર કરવા અથવા નકલી મતદારોને શામેલ કરવાના દરેક પ્રયાસનો પર્દાફાશ કરશે. તે લોકશાહી સુરક્ષાને ક્ષતિગ્રસ્ત થવા દેશે નહીં. મલ્લિકાર્જુન ખડગેએ બેઠકમાં કહ્યું કે ચૂંટણી પંચે સાબિત કરવું પડશે કે તે ભાજપના પડછાયા હેઠળ કામ કરી રહ્યું નથી. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે ભાજપ એસઆઈઆરનો હથિયાર તરીકે ઉપયોગ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે અને જા કમિશન આને અવગણશે તો તે ભાગીદાર માનવામાં આવશે.ખડગેએ ૧૨ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રભારીઓ, રાજ્ય એકમના વડાઓ, કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતાઓ અને સચિવો સાથે સમીક્ષા બેઠક યોજી હતી જ્યાં મતદાર યાદીઓનું સ્પેશિયલ ઇન્તેસિવન્સવ રિવિઝન ચાલી રહ્યું છે. પાર્ટી મુખ્યાલય, ઇન્દિરા ભવન ખાતે યોજાયેલી આ બેઠકમાં ભૂતપૂર્વ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી પણ હાજર હતા. આ બેઠકમાં ૧૨ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના એઆઇસીસી પ્રભારીઓ, રાજ્ય કોંગ્રેસ સમિતિના વડાઓ, તેમજ કોંગ્રેસ વિધાનસભા પક્ષ ના નેતાઓ અને સચિવોએ હાજરી આપી હતી. આ બેઠક એવા સમયે થઈ હતી જ્યારે તાજેતરની બિહાર વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો અને તેણે કથિત મત ચોરી સામે ઝુંબેશ શરૂ કરી છે.