કેપ્ટન અમરિંદર સિંહે આગામી પંજોબ વિધાનસભા ચૂંટણીને લઈને સોમવારે મોટું એલાન કરતા કહ્યું કે તેમની પાર્ટી પંજોબ લોક કોંગ્રેસ, ભારતીય જનતા પાર્ટી અને અકાળી દળથી બળવો કરનારી ઢીંડસાની પાર્ટી સાથે મળીને ચૂંટણી લડશે. તેમણે ચંદીગઢમાં પ્રેસ કોન્ફ્રેન્સ દરમિયાન આ વાતની જોહેરાત કરી. અમરિંદર સિંહે હાલમાં રાજ્યના સીએમ પદથી રાજીનામુ આપતા પાર્ટીમાંથી પણ રાજીનામું આપવાની જોહેરાત કરી હતી. સાથે તેમણે નવી પાર્ટીની સાથે પંજોબ વિધાનસભા ચૂંટણીમાં ઉતરવાની જોહેરાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ બાદ આજે કેપ્ટન અમરિંદર સિંહે પણ એ વાતનું એલાન કરી દીધુ છે કે તે ભાજપની સાથે ચૂંટણી લડશે. જ્યાં સુધી સુખદેવ ઢીંકસાની વાત છે તો તેમણે પોતાના પત્તા હજું સુધી નથી ખોલ્યા. સૌથી ખાસ વાત એ છે કે અમરિંદર સિંહ જે ભાજપને ૨૫ વર્ષથી ભાંડી રહ્યા હતા. આજે તેઓએ તેમની સાથે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે પાર્ટીના સ્તર પર ભલે વાત ન થઈ હોય. પરંતુ ગૃહ મંત્રી અને પીએમની સાથે તેમની આ અંગે વાત થઈ ચૂકી છે.
તેવામાં કોંગ્રેસની વિરુદ્ધ કેપ્ટન હવે ભાજપની સાથે ખભેથી ખભો મેળવીને ભાજપની વિરુદ્ધ ચૂંટણી લડવા તૈયારી કરી રહ્યા છે. આ સાથે અમરિંદર સિંહ ચુંટણીમાં જીતનો દાવો પણ કરી રહ્યા છે.