પંજાબના પરિવહન મંત્રી અમરિંદર સિંહ રાજોએ પંજોબ ભવનમાં એક પત્રકાર પરિષદમાં ગત બે મહિનાની વિભાગની આવકની બાબતે માહિતી આપતા કહ્યું કે હવે દરરોજ વિભાગની આવક ૧૦૦,૪૮ લાખ રૂપિયા થઇ છે. ભાજપ અને શિરોમણી અકાલી દળે ૧૦ વર્ષ અને કેપ્ટમ અમરિંદર સિંહના કાર્યકાળમાં વિભાગમાં ૫,૨૦૦ કરોડ રૂપિયાની લુંટ થઇ
તેમણે કહ્યું કે પંજોબ સરકારે ટ્રાંસપોર્ટ માફિયાઓ પર અંકુશ લગાવવા માટે અભિયાનની શરૂઆત કરી હતી હકીકતમાં ટ્રાંસપોર્ટ માફિયાઓના કારણે પંજોબ સરકારને આર્થિક રીતે નુકસાન થઇ રહ્યું હતું.તેમણે કહ્યું કે જયારથી અભિયાન શરૂ થયું છે ત્યારથી સતત પરિવહન વિભાગની આવક વધી છે.ટેકસ ચોરી કરનારા અને ગેરકાયદેસર ગતિવિધિ કરનારા લોકો પર અંકુશ લાગ્યો છે.
તેમણે કહ્યું કે પરિવહન વિભાગની આવક દરરોજ વધી રહી છે હવે દરરોજ આ ઇનકમ ૧૦૦,૪૮ લાખ પ્રતિ દિન થઇ રહી છે. આ દરમિયાન તેમણે ગત બે મહિનાની વિભાગની આવકની પણ માહિતી આપી તેમણે કહ્યું કે પીઆરટીસી અને પંજોબ રોડવેજની આવક સપ્ટેમ્બર મહિનામાં ૩૯.૦૧ કરોડ અને ૩૪.૧૫ કરોડ રૂપિયા હતાં.જયારે ઓકટોબર મહિનામાં પીઆરટીસીની આવક જયાં ૫૪.૭૪ કરોડ રૂપિયા થઇ ત્યાં પંજોબ રોડવેજની આવક ૪શ્ર.૫૭ કરોડ નોંધાઇ હતી.
આ દરમિયાન તેમણે ભાજપ અને શિરોમણી અકાલી દળના ૧૦ વર્ષ અને કેપ્ટન અમરિંદર સિંહના કાર્યકાળનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે આ બંન્નેએ મળી ૫૨૨૦ દિવસ શાસન કર્યું આ હિસાબથી બંન્નેએ મળી ૫,૨૦૦ કરોડની લુંટ કરી છે.આ લોકોએ કયારેય જનતાના હિતમાં વિચાર્યું નથી તેમણે અકાલી દળના નેતાઓની સરખામણી અહમદ શાહ અબ્દાલીથી કરી દીધી હતી.રાજોએ કહ્યું કે આ લોકોએ બંન્ને હાથેથી લોકોની સંપત્તિ લુટી છે.
આ દરમિયાન તેમણે પંજોબ અને હરિયાણા હાઇકોર્ટના ૨૦૧૨માં આપવામાં આવેલા આદેશની બાબતમાં પત્રકાર પરિષદમાં કહ્યું કે જસ્ટિસ સૂર્યકાંતે ગેરકાયદેસર પરમિટ પર એક આદેશ આપ્યો હતો જે આજ સુધી લાગુ કરવામાં આવ્યો નથી પરંતુ અમે આ નિર્ણયને લાગુ કર્યો અને ૬૮૦ ગેરકાયદેસર અનેક રીતની પરમિટ ખતમ કરી દીધી છે.
અમરસિંદર સિંહ રાજોએ કહ્યું કે ૩૦૪ બસો પર ટેકસ ન આપવાને કારણે તેમના પર કાર્યવાહી થઇ છે. પરમિટ વગરની ચાલી રહેલ ૬૪ બસોનું ચાલાન થયું છે.તેનાથી પરિવહન વિભાગને ૭ કરોડ રૂપિયા ટેકસ તરીકે મળ્યા છે.તેમણે એ પણ જોહેરાત કરી કે રાજયમાં ૮૪૨ વધુ બસો રાજય સરકાર ચલાવશે આ ઉપરાંત ૧૧૦૦ પીઆરટીસી અને ૧૫૫૦ પંજોબ રોડવેજની બસો પણ સામેલ કરવામાં આવશે