ભારતીય જનતા પાર્ટીએ આ વર્ષે આસામ, પુડુચેરી, તામિલનાડુ, પશ્ચિમ બંગાળ અને કેરળમાં થયેલી વિધાનસભાની ચૂંટણીઓના પ્રચારમાં ૨૫૨ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. એની સરખામણીમાં એકલા બંગાળમાં જ પાર્ટીએ ૧૫૧ કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. જ્યારે તૃણમૂલ કોંગ્રેસે આપેલી માહિતી મુજબ, તેણે પશ્ચિમ બંગાળમાં ભાજપથી વધુ એટલે કે ૧૫૪.૨૮ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે.
ચૂંટણી આયોગને આપવામાં આવેલી ખર્ચની માહિતી મુજબ ભાજપે ૫ રાજ્યની ચૂંટણીના પ્રચારમાં ૨૫૨ કરોડ ૨ લાખ ૭૧ હજોર ૭૫૩ રૂપિયા ખર્ચ કર્યા છે. એમાંથી તેણે ૪૩.૮૧ કરોડ રૂપિયા અને પુડુચેરીમાં ૪.૭૯ કરોડ રૂપિયા ખર્ચ કર્યા. એમાંથી આસામમાં તેણે ૪૩.૮૧ કરોડ રૂપિયા અને પુડુચેરીમાં ૪.૭૯ કરોડ રૂપિયા ખર્ચ કર્યા. તામિલનાડુમાં પાર્ટીએ ૨૨.૯૭ કરોડ રૂપિયા અને કેરળમાં પાર્ટીએ ૨૯.૯૪ કરોડ રૂપિયા ખર્ચ કર્યા.
બંગાળમાં આટલો ખર્ચ કર્યા પછી પણ ભાજપ મમતા બેનર્જીને સત્તામાં આવતાં ન રોકી શકી. અહીં તૃણમૂલ કોંગ્રેસ સતત ત્રીજી વખત સરકાર બનાવવામાં સફળ રહી. જોકે ભાજપ માટે મહ¥વની વાત એ રહી કે તે પ્રથમ વખત મુખ્ય વિપક્ષ બનવામાં સફળ રહી છે. અહીં ડાબેરી પક્ષો અને કોંગ્રેસને કારમા પરાજયનો સામનો કરવો પડ્યો હતો.
આસામમાં ભાજપે બીજી વખત સત્તા મેળવી છે. પ્રથમ વખત પુડુચેરીમાં પાર્ટી ગઠબંધનની સરકાર બનાવવામાં સફળ રહી છે. અહીં કોંગ્રેસે સત્તા ગુમાવવાનો વારો આવ્યો હતો. તામિલનાડુમાં ભાજપને માત્ર ૨.૬ ટકા વોટ મળ્યા. દક્ષિણના આ રાજ્યમાં દ્વવિડ મુન્નેત્ર કઝગમે તેના કટ્ટર હરીફ ઓલ ઇન્ડિયા અન્ના દ્રાવિડ મુન્નેત્ર કઝગમ પાસેથી સત્તા છીનવવામાં સફળ રહી. અહીં ભાજપ અને એઆઇએડીએમકે મળીને ચૂંટણી લડી રહ્યાં હતાં. કેરળમાં એક વખત ફરી લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ તેની સત્તા બચાવવામાં સફળ રહ્યું છે. અહીં ભાજપને કોઈ ખાસ સફળતા મળી નથી. કોંગ્રેસ પણ સત્તામાં પરત ફરવાનું સપનું પૂરું કરી શકી નથી.