વિધાનસભાની ચૂંટણી ટાણે ગુજરાતમાં એક પછી એક સમાજ સંમેલન કરી રહ્યા છે. ત્યારે ધોળકાના વટામણમાં કોંગ્રેસનું ઓબીસી સંમેલન યોજોયું હતું. જેમા કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓએ ભાજપ પર પ્રહાર કરતા નિવેદનો કર્યા હતા. પરંતુ આ તમામ વાતો વચ્ચે ઓબીસી સંમેલનમાં ભરતસિંહ સોલંકીનું સૌથી વિવાદિત નિવેદન ચર્ચામાં રહ્યું છે.ઓબીસી સંમેલનમાં કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ વિવાદિત નિવેદન આપ્યું છે કે લોકોએ કુમ કુમ ચાંદલાઓ અને પૂજો કરી રામશીલા અયોધ્યા મોકલી હતી ત્યાં તો કૂતરાઓ પેશાબ કરતા હતા. રામના નામે રૂપિયા ઉઘારવાનારા લોકો રૂપિયા હવામાં ઉછાળી એવું કહેતા હતા કે જે રૂપિયા રામને રાખવા હોય તે રાખે બાકી આપણે રાખીએ. જે લોકો રામને છેતરી શકે છે તે આપણને કેમ ના છેતરી
શકે? ભાજપે રામ મંદિરના નામે કરોડો રૂપિયા ઉઘરાવ્યા છે. ભાજપે રામના નામે છેતરી કાઢ્યા છે. ભરતસિંહ સોલંકીએ ઓબીસી સંમેલનમાં વિવાદિત નિવેદન આપતા ખળભળાટ મચ્યો છે.
કોંગ્રેસના ઓબીસી સંમેલનમાં ભરતસિંહ સોલંકીએ ભાજપ પર વરસ્યા હતા અને જણાવ્યું હતું કે, માધવસિંહ સોલંકીને કોંગ્રેસે ગુજરાતના મુખ્યમંત્રી બનાવ્યા હતા. ઓબીસી સમાજના લોકોને નેતૃત્વ આપ્યું તો એ સમાજને નેતૃત્વને બળ આપવું પડશે. અહિંયાથી શરૂઆત કરીએ છીએ અને એવી શરૂઆત કરીએ કે સામેવાળાને ખબર પડે. જો હિન્દુ સમ્રાટ અને હિન્દુની વાત કરતા હોય તો ઓબીસી અને આદિવાસી હિન્દુ નથી? આ લોકો હિન્દુઓમાં ભાગલા પડાવે છે.
ભરતસિંહ સોલંકીએ વધુમાં જણાવ્યું હતું કે, બક્ષી પંચ સમાજને સાથે રાખ્યા સિવાય કોઇ જીતી શકે એમ નથી. કોંગ્રેસે ઉત્તર પ્રદેશથી શરૂઆત કરી છે ઓબીસીને પોતાની તરફ લેવાની. કેબીનેટમાં પણ માત્ર નામ પુરતા નાના ખાતા બટકા સ્વરૂપે આપે છે. માત્ર મત્સઉદ્યોગ આપે હવે તો એ લોકો પણ અવાજ ઉપાડવા લાગ્યા છે એ આપણા તરફ આવે તો સારૂ. જો આપણે એક રહીએ તો ૧૨૫ બેઠક આમ આવી જોય. ઝંડા લાગે કે ન લાગે દિલમાં પંજો હોવો જોઇએ.
ઓબીસી સંમેલનમાં ભરતસિંહ સોલંકીએ વધુમાં જણાવ્યું હતું કે, હિન્દૂના નામે ભાગલા પડાવી રાજ કરનાર ભાજપ સરકારને ઓળખો. બક્ષીપંચ સમાજને સાથે રાખ્યા વગર ગુજરાતમાં ચૂંટણી ના જીતી શકાય. ભાજપ સરકારમાં મહત્વના ખાતા ઉજળીયાતોને અપાય છે. માત્ર બક્ષીપંચ સમાજને મત્સ્યઉદ્યોગ અને નાના ખાતા અપાય છે. ભાજપમાં રહેલા આપણા ભાઈએ જોગી આ બાજુ આવે તો હવે સારું છે. ભાજપ સરકારમાં બક્ષીપંચ સમાજને મંત્રાલયમાં અન્યાય થયો હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે ઉમેર્યું કે સારા ખાતા બક્ષીપંચ સમાજને આપવામાં આવતા નથી.
ભરતસિંહે જણાવ્યું કે, અંગ્રેજો કરતા પણ વધારે ભ્રષ્ટાચાર ભાજપ વાળા કરે છે. ભાજપ વાળા ક્યારેય પાણી, શિક્ષણ અને સામાન્ય વર્ગના લોકો માટે વાત નહીં કરે. ભાજપ વાળા આઝાદી લડતમાંના હતા. અંગ્રેજોની દલાલી કરનાર લોકો ધીરે ધીરે રાજનીતિમાં આવ્યા. રામ મંદિરના નામે રૂપિયા ઉઘરાવવામાં આવ્યા હોવાના ગંભીર આક્ષેપ ભરતસિંહે કરતા ખળભળાટ મચ્યો છે.
રામ મંદિર અંગે કોંગ્રેસ પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ વધુમાં જણાવ્યું હતું કે, ભાજપ ભગવાનના નામનો ઉપયોગ રાજકારણમાં કરે છે. રામશીલા લોકોએ ગામોગામથી અયોધ્યા મોકલાવી હતી. કુમ કુમ ચાંદલાઓ અને પૂજો કરી રામશીલા અયોધ્યા મોકલી હતી. પરંતુ મંદિરના નામે ઉઘરાવેલા રૂપિયાનો હિસાબ ભાજપે ના આપ્યો. સરકારે મંદિર માટે બજેટ આપ્યું છે, છતાં ફરીવાર રૂપિયા ઉઘરાવ્યાં હતા. રામશીલા પર કુતરાઓ પેશાબ કરતા જોવા મળ્યા છે. ભાજપે રામનો ઉપયોગ રાજનીતિ કરવા માટે કર્યો છે. તેમણે જણાવ્યું કે, હું પણ રામ મંદિરનો પ્રસંશક છું, મારું નામ જ રામના પરિવારજન તરીકે ભરત પાડવામાં આવ્યું હતું.’