કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે ભાજપ પર મેચ ફિક્સિંગની જેમ ચૂંટણીમાં ગોટાળા કરવાનો આરોપ લગાવ્યો છે. એક અખબારમાં પ્રકાશિત એક લેખ શેર કરતા, રાહુલ ગાંધીએ ચૂંટણીને પ્રભાવિત કરવા માટે પાંચ પગલાંનો ઉલ્લેખ કર્યો છે.
રાહુલ ગાંધીએ એકસ પર એક પોસ્ટમાં લખ્યું હતું કે ચૂંટણી કેવી રીતે ચોરી કરવી? ૨૦૨૪ માં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીઓ લોકશાહીમાં છેતરપિંડી કરવાનો બ્લુપ્રિન્ટ હતો. મારો લેખ બતાવે છે કે તે કેવી રીતે થયું? તેમણે તેમના લેખ સાથે પાંચ પગલાં શેર કર્યા. રાહુલ ગાંધીએ લખ્યું કે પહેલું પગલું – ચૂંટણી પંચની નિમણૂક માટે પેનલમાં છેતરપિંડી, બીજું પગલું – મતદાર યાદીમાં નકલી મતદારો ઉમેરવા, ત્રીજું પગલું – મતદાન ટકાવારી વધારવી, ચોથું પગલું – નકલી મતદાનને બરાબર ત્યાં લક્ષ્ય બનાવવું જ્યાં ભાજપ જીતવા માંગે છે અને પાંચમું પગલું પુરાવા છુપાવવાનું છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે મહારાષ્ટ્રમાં ભાજપ આટલો ભયાવહ કેમ હતો તે જાવું મુશ્કેલ નથી? પરંતુ આ છેતરપિંડી મેચ ફિક્સિંગ જેવી છે – જે પક્ષ છેતરપિંડી કરે છે તે રમત જીતી શકે છે, પરંતુ સંસ્થાઓને નુકસાન પહોંચાડે છે. પરિણામ પર જનતાનો વિશ્વાસ પણ નષ્ટ કરે છે. બધા સંબંધિત ભારતીયોએ પુરાવા જાવું જાઈએ. જાતે નક્કી કરો. જવાબો માંગો. કારણ કે મહારાષ્ટ્રનું મેચ ફિક્સિંગ આગલી વખતે બિહારમાં થશે અને પછી ભાજપ ક્યાં હારશે.
એપ્રિલમાં, રાહુલ ગાંધીએ અમેરિકાના બોસ્ટનમાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે ‘ચૂંટણી પંચ હવે નિષ્પક્ષ રહ્યું નથી, તેણે સમાધાન કર્યું છે.’ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી ૨૦૨૩ ના મતદાનના આંકડા ટાંકીને, તેમણે આરોપ લગાવ્યો હતો કે છેલ્લા બે કલાકમાં લાખો મત આપવાનું શારીરિક રીતે અશક્ય છે. રાહુલે દાવો કર્યો હતો કે, ‘સાંજે ૫:૩૦ વાગ્યા સુધીમાં પંચે આંકડો આપ્યો અને પછી ૫:૩૦ થી ૭:૩૦ વાગ્યા સુધી ૬૫ લાખ વધુ મત પડ્યા. જા એક મતદારને મતદાન કરવામાં લગભગ ૩ મિનિટ લાગે છે, તો આટલા ઓછા સમયમાં આટલા બધા મત આપી શકાતા નથી. આનો અર્થ એ થશે કે મધ્યરાત્રિ સુધી કતારો હતી, જે સાચું નથી.’
મહાયુતિ ગઠબંધન મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી જીતી ગયું. અહીં ચૂંટણીમાં મુખ્ય મુકાબલો મહાયુતિ અને મહા વિકાસ આઘાડી ગઠબંધન વચ્ચે હતો. જેમાં મહાયુતિએ ૨૮૮ વિધાનસભા બેઠકોમાંથી ૨૩૦ બેઠકો જીતી હતી. આમાં, ભાજપે એકલા ૧૩૨ બેઠકો જીતી હતી, એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાએ ૫૭ અને અજિત પવાર જૂથની એનસીપીએ ૪૧ બેઠકો જીતી હતી. મહાયુતિ ગઠબંધનના ત્રણ ઘટક પક્ષો, ભાજપ, શિવસેના અને એનસીપી અનુક્રમે રાજ્યના ટોચના ત્રણ પક્ષો છે. તેનાથી વિપરીત, મહાવિકાસ આઘાડીએ ૨૮૮ બેઠકોમાંથી ફક્ત ૪૬ બેઠકો જીતી હતી. આમાં, ઉદ્ધવ ઠાકરેની શિવસેના યુબીટીને ૨૦ બેઠકો, કોંગ્રેસને ૧૬ બેઠકો અને શરદ પવારની એનસીપી એસપીને વિધાનસભા ચૂંટણીમાં ફક્ત ૧૦ બેઠકો મળી હતી.









































