(એ.આર.એલ),મુંબઇ,તા.૨૯
મહારાષ્ટ ચૂંટણીમાં આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજે નોમિનેશનનો છેલ્લો દિવસ છે જેથી અનેક દિગ્ગજા તેમના ફોર્મ ભરી રહ્યા છે.એનસીપી અજીત જૂથના નેતા નવાબ મલિક પણ આજે માનખુર્દ શિવાજીનગરથી ઉમેદવારી નોંધાવશે. એનસીપીએ માનખુર્દ શિવાજીનગરથી નવાબ મલિકને ટિકિટ આપી છે, જેનો અર્થ છે કે આજનો દિવસ મહારાષ્ટના રસ્તાઓ પર જબરદસ્ત શÂક્ત પ્રદર્શનનો દિવસ છે. વરલીથી મિલિંદ દેવરા, ડીંડોસીથી સંજય નિરુપમ, નાગપુરની કામથી સીટથી ચંદ્રશેખર બાવનકુલે, માહિમથી સદા સરવંકર, સાકોલીથી નાના પટોલે, ભીવંડી પશ્ચિમથી એઆઇએમઆઇએમના વારિસ પઠાણ અને ભિવંડી પૂર્વથી એસપીના રઈસ શેખ ઉમેદવારી નોંધાવશે.તમને જણાવી દઈએ કે નવાબ મલિકની ઉમેદવારી અંગે ઘણા સમયથી સસ્પેન્સ હતું. તેઓ અનુશક્તનગર બેઠક પરથી પાંચ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. આ વખતે ભાજપના વિરોધને કારણે એનસીપીએ તેમની પુત્રી સના મલિકને તેમની બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા છે. જ્યારે એનસીપી શરદ પવારે સ્વરા ભાસ્કરના પતિ ફહાદ અહેમદને ટિકિટ આપી છે. નવાબ મલિક પીએમએલએ કેસમાં મેડિકલ જામીન પર બહાર છે. આવી Âસ્થતિમાં તેઓ એનસીપીની ટિકિટ પર શિવાજી નગર માનખુર્દથી સપાના અબુ આઝમી સામે ચૂંટણી લડી રહ્યા છે.
નવાબ મલિકે કહ્યું કે, અજિત પવાર મુશ્કેલ સમયમાં મારી પડખે ઉભા રહ્યા અને પરિવારને સપોર્ટ કર્યો. હવે અજિત પવારને સમર્થન આપવાની જવાબદારી મારી છે. તેમણે વધુમાં કહ્યું કે, મારા શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે સાથે સારા સંબંધો છે. મારા પર આક્ષેપો થયા પછી પણ ઉદ્ધવ ઠાકરેએ મને મંત્રીપદેથી હટાવ્યો ન હતો, પરંતુ અજિત પવારે કટોકટીમાં મારો સાથ આપ્યો તે હું ક્યારેય ભૂલી શકતો નથી. નવાબ મલિકે કહ્યું કે, હું અપક્ષ તરીકે લડીશ કે કોઈ પાર્ટીમાંથી તે આજે બપોરે ૩ વાગ્યા પહેલા જ ખબર પડી જશે.જ્યારે ભાજપે વિરોધ કર્યો તો નવાબ મલિકે કહ્યું કે, ભાજપે મારા માટે પ્રચાર ન કરવો જાઈએ, અમે તેમના ભરોસે ચૂંટણી નથી લડી રહ્યા. મારી પુત્રી સના અને હું કોઈપણ કિંમતે ચૂંટણી જીતીશું.” તેમણે કહ્યું, ”મારી પુત્રી સના મલિક છેલ્લા ૫ વર્ષથી આ ક્ષેત્રમાં કામ કરી રહી છે. તેમની સામે ગમે તે ઉમેદવાર ઊભો રહે, મારી પુત્રી સના જીતશે, પછી ભલે ગમે તેટલા અવરોધો ઊભા કરે. અમે લોકોના બળ પર ચૂંટણી લડીએ છીએ.
અબુ આઝમી અંગે મલિકે કહ્યું કે, એમવીએના લોકો જાણે છે કે તેમણે રાજ્યસભા અને વિધાન પરિષદની ચૂંટણીમાં ભાજપની તરફેણમાં મતદાન કર્યું હતું. અબુ આઝમીએ એમવીએમાં રહીને આત્મહત્યા કરી હતી. તેઓ મોંમાં રામ અને બાજુમાં છરી રાખીને રાજકારણ કરી રહ્યા છે.