દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતને પત્ર લખ્યો છે. મોહન ભાગવતને લખેલા પોતાના પત્રમાં અરવિંદ કેજરીવાલે તેમને ઘણા સવાલ પૂછ્યા છે. અરવિંદ કેજરીવાલે મોહન ભાગવતને પત્ર લખીને પૂછ્યું કે, ભાજપે ભૂતકાળમાં જે પણ ખોટું કર્યું છે શું આરએસએસ સમર્થન કરે છે? ભાજપના નેતાઓ ખુલ્લેઆમ પૈસા વહેંચી રહ્યા છે, શું આરએસએસ વોટ ખરીદવાનું સમર્થન કરે છે? દલિત, પૂર્વાંચલીના મતો મોટા પાયે કાપવામાં આવી રહ્યા છે, શું આ લોકશાહી માટે સારું છે? શું આરએસએસને નથી લાગતું કે ભાજપ લોકતંત્રને નબળું પાડી રહ્યું છે?
તમને જણાવી દઈએ કે આ પહેલા દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાને પત્ર લખીને મંદિરો અને બૌદ્ધ ધાર્મિક સ્થળોને તોડી પાડવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે લેફ્ટનન્ટ ગવર્નરના આદેશ પર દિલ્હીના મંદિરો અને બૌદ્ધ ધાર્મિક સ્થળોને તોડી પાડવાની સૂચના આપવામાં આવી છે. મુખ્યમંત્રી આતિશીએ પત્રમાં કહ્યું કે દિલ્હીમાં કોઈ મંદિર કે ધાર્મિક સ્થળને તોડવામાં ન આવે. તેમણે કહ્યું કે દલિત સમુદાયની આસ્થા બૌદ્ધ ધાર્મિક સ્થળો સાથે જાડાયેલી છે. કોઈપણ ધાર્મિક સ્થળને તોડી પાડવાથી લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી શકે છે. તેમણે કહ્યું કે ધાર્મિક સમિતિએ મંદિરને તોડી પાડવાની ફાઈલ મુખ્યમંત્રીને બતાવ્યા વિના ઉપરાજ્યપાલને મોકલી દીધી છે.
આ પહેલા સોમવારે આતિશીએ લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાની ટિપ્પણી પર પત્ર લખીને જવાબ આપ્યો હતો. લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેનાએ અરવિંદ કેજરીવાલે આતિશીને રખેવાળ મુખ્ય પ્રધાન તરીકે ગણાવવા પર ચિંતા વ્યક્ત કરી હતી અને તેને “બંધારણમાં સમાવિષ્ટ લોકતાંÂત્રક ભાવના અને મૂલ્યોની ઘોર અવગણના” ગણાવી હતી. મુખ્ય પ્રધાનને લખેલા પત્રમાં, સક્સેનાએ જણાવ્યું હતું કે કેજરીવાલની ટિપ્પણી રાષ્ટÙપતિ દ્રૌપદી મુર્મુનું અપમાન છે, જેમણે આતિશીને મુખ્ય પ્રધાન તરીકે નિયુક્ત કર્યા હતા, અને તે લેફ્ટનન્ટ ગવર્નરનું પણ અપમાન હતું કારણ કે તેઓ પોતે રાષ્ટÙપતિના પ્રતિનિધિ છે.