આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય મુખ્ય પ્રવક્તા પ્રિયંકા કક્કરે દિલ્હી સરકાર પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું છે કે જા તમે દિલ્હીની કાળઝાળ ગરમીમાં કોઈપણ બસ સ્ટેન્ડ પર જાઓ છો, તો બધા બસ સ્ટેન્ડ ભરેલા હશે. પહેલા રાહ જોવાનો સમય ૧ મિનિટનો હતો, હવે તે ૧ કલાકનો છે. આ સાથે તેમણે આરોપ લગાવ્યો કે ભાજપે કોઈપણ વૈકલ્પીક વ્યવસ્થા વિના દિલ્હીના રસ્તાઓ પરથી ૨૦૦૦ બસો હટાવી દીધી છે.
પ્રિયંકા કક્કરે પ્રેસ કોન્ફરન્સમાં ભાજપ પર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે દિલ્હીના રસ્તાઓ પરથી બે હજાર બસોને કોઈપણ તૈયારી વિના હટાવી દેવામાં આવી. દિલ્હીમાં વસ્તી અને વાહનોમાં સતત વધારો થઈ રહ્યો છે. દિલ્હી વિશ્વની સૌથી વધુ ગીચ રાજધાની બની ગઈ છે. આના કારણે, લોકોને હવે કાળઝાળ ગરમીમાં ૧ કલાક સુધી બસની રાહ જાવી પડી રહી છે. તેમણે કહ્યું કે ભાજપે દિલ્હીને પાછળ ધકેલી દીધું છે.
પ્રિયંકા કક્કરે દિલ્હીની ભાજપ સરકાર પર ભ્રષ્ટાચારમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું, ‘ભાજપે દિલ્હીને પાછળ ધકેલી દીધું છે.’ ભાજપ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલ છે. ટેન્ડરો મૂડીવાદીઓને આપવામાં આવે છે, ભાજપ આ જ કરે છે. તેમણે વધુમાં કહ્યું, ‘ભાજપ વચન લઈને આવ્યું હતું કે તેઓ અરવિંદ કેજરીવાલની યોજનાને કામ કરવા દેશે, તેથી તેમણે પોતાનું વચન પાળવું જોઈએ.’ બસ સ્ટેન્ડ પર કોઈ વૈકલ્પીક વ્યવસ્થા કરવી જોઈએ. જેથી દિલ્હીના લોકોને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે.
આપ પ્રવક્તા પ્રિયંકા કક્કરે કહ્યું, ‘દિલ્હીની સરકારે દિલ્હીના લોકો માટે સમસ્યાઓ ઉભી કરી છે. દિલ્હીના મોટાભાગના બસ સ્ટેન્ડ ભીડથી ભરેલા છે. ડીટીસી બસો ઘણા કલાકો પછી આવી રહી છે. ભાજપ સરકારે દિલ્હીના રસ્તાઓ પરથી ૨૦૦૦ ડીટીસી બસો હટાવી દીધી છે. અરવિંદ કેજરીવાલની સરકારે ખૂબ મહેનત કરી અને ડીટીસીમાં ૭૫૦૦ થી વધુ બસો શરૂ કરી.