આગામી બે મહિનામાં, પશ્ચિમ બંગાળ, આસામ અને કેરળની સાથે તમિલનાડુમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાશે. તમિલનાડુ એક એવું રાજ્ય છે જ્યાં ભાજપ હજુ સુધી એક મુખ્ય શકિત  બની શક્યું નથી. આ દક્ષિણ રાજ્યમાં ભાજપનું પ્રદર્શન તેના એનડીએ સાથી પક્ષોને તેના સમર્થન પર આધારિત હતું. આગામી વિધાનસભા ચૂંટણી માટે ભાજપ એઆઇએજીએમકે,પીએમકે અને એએમએમકેને એનડીએ છત્ર હેઠળ લાવવામાં પણ સફળ રહ્યું છે. ગઠબંધન દ્વારા, ભાજપ તમિલનાડુમાં એ જ સોશિયલ એન્જીનિયરિંગ યુકિત ઓનો પ્રયોગ કરી રહ્યું છે જેણે બિહારમાં એનડીએની જીત સુનિશ્ચિત કરી હતી.
બિહાર વિધાનસભા ચૂંટણીમાં, ભાજપે ઇત્નડ્ઢ ના સ્રૂ (મુસ્લિમ  યાદવ) સમીકરણનો સામનો કરવા માટે દ્ગડ્ઢછ ની અંદર જાતિ આધારિત નેતાઓ અને નાના પક્ષો સાથે જાડાણ કર્યું. ચિરાગ પાસવાન અને જીતન રામ માંઝી દ્ગડ્ઢછ ના દલિત ચહેરા હતા, જ્યારે રાષ્ટીય  લોક મોરચાના ઉપેન્દ્ર કુશવાહાએ અત્યંત પછાત જાતિઓનું પ્રતિનિધિત્વ કર્યું હતું. બિન-યાદવ ઓબીસી જાતિઓનો પક્ષ જદયુ પણ તેનો સૌથી મોટો સાથી છે. બિહારમાં, ઉચ્ચ જાતિઓ અને વાણિયા ભાજપના પરંપરાગત મતદારો રહ્યા છે. આ સોશિયલ એન્જીનિયરીંગ ના પરિણામે દ્ગડ્ઢછ એ ૨૪૩ સભ્યોની બિહાર વિધાનસભામાં ૨૦૨ બેઠકો જીતી. બિહાર એ પહેલું રાજ્ય હતું જ્યાં ભાજપે તેના સાથી પક્ષ, જેડી(યુ) સુપ્રીમો નીતિશ કુમારને મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે જાહેર કર્યા.
બિહાર પછી, તમિલનાડુ બીજું રાજ્ય છે જ્યાં ભાજપે એઆઇએડીએમકેના એડાપ્પડી કે. પલાનીસ્વામીના નેતૃત્વ હેઠળ વિધાનસભા ચૂંટણી લડવાનો પોતાનો ઇરાદો ખુલ્લેઆમ જાહેર કર્યો છે. દ્રવિડ રાજકારણથી પ્રભાવિત તમિલનાડુમાં, ભાજપે એનડીએમાં એવા પક્ષોનો સમાવેશ કર્યો છે જેમની જાતિ ઓળખ અને નેતૃત્વને કારણે ચોક્કસ વિસ્તારોમાં મજબૂત સમર્થન આધાર છે.એઆઇએડીએમકે દલિત મતદારોમાં મજબૂત હાજરી ધરાવે છે, જે રાજ્યની વસ્તીના ૨૦ ટકા છે. ઉત્તર તમિલનાડુમાં મજબૂત બનેલ પીએમકે પણ એનડીએ ભાગીદાર છે.પીએમકે નેતા અંબુમણિ રામદાસ વન્નિયર સમુદાયમાં લોકપ્રિય છે. છસ્સ્દ્ભના મહાસચિવ ટી.ટી.વી. દિનાકરણ એનડીએમાં પાછા ફર્યા છે.
તામિલનાડુના ૬ ટકા ખ્રિસ્તી સમુદાય માટે ભાજપ પાસે કોઈ નેતા કે પક્ષ નથી. આ અંતરને દૂર કરવા માટે, ભાજપે પ્રખ્યાત ટીવી અભિનેતા વિજય સાથે જાડાણ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે નિષ્ફળ રહ્યું. ખ્રિસ્તી મતદારો છેલ્લી ચૂંટણી સુધી ડીએમકે સાથે રહ્યા. વધુમાં, એનડીએને બીજી ચિંતાનો સામનો કરવો પડી રહ્યો છેઃ ભૂતપૂર્વ એઆઈએડીએમકે નેતા ઓ. પન્નીરસેલ્વમ પણ જાડાણમાં જાડાવા માંગે છે, પરંતુ ભાજપે હજુ સુધી પલાનીસ્વામીને મનાવી શક્્યા નથી. પિતા અને પુત્ર વચ્ચેના મતભેદોને કારણે પીએમકેની તાકાત ખંડિત થઈ ગઈ છે.
તામિલનાડુ એક શહેરીકૃત રાજ્ય છે, તેથી ફક્ત જાતિ સમીકરણોના આધારે ચૂંટણી જીતી શકાતી નથી. બધી જાતિઓમાં પ્રભાવ ધરાવતા ઉમેદવારો તમિલનાડુમાં જીતવાની શક્્યતા વધુ છે. ભાજપને બ્રાહ્મણો અને ઉચ્ચ જાતિઓનું પ્રભુત્વ ધરાવતી પાર્ટી તરીકે જાવામાં આવે છે. આ જ કારણ છે કે ખાસ કરીને પ્રભાવશાળી સમુદાયોના નેતાઓને રાજ્ય પ્રમુખો તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હોવા છતાં પણ ભાજપ જીતવામાં નિષ્ફળ ગયો.
રાજકીય નિષ્ણાત કન્નન આરે કહ્યું કે તમિલનાડુની ચૂંટણીની રાજનીતિમાં જાતિ અને પૈસા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા રહેશે. ભાજપ પાસે પછાત જાતિના ઘણા નેતાઓ છે. તે વિવિધ જાતિઓને એકસાથે લાવવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ અત્યાર સુધી તે નિષ્ફળ રહી છે. અન્ય એક નિષ્ણાત, શ્યામ શાનુમાગા માને છે કે તમિલનાડુમાં ચૂંટણીઓ ફક્ત જાતિ સમીકરણોના આધારે જીતી શકાતી નથી. તેમણે કહ્યું કે જાતિ સમીકરણો હંમેશા ગ્રામીણ તમિલનાડુમાં કામ કરે છે, પરંતુ શહેરી વિસ્તારોમાં તે કોઈ ફરક પાડતા નથી.
દક્ષિણ રાજ્યમાં દલિતો વસ્તીના ૧૯ થી ૨૧ ટકા છે. તેઓ બધા જિલ્લાઓમાં હાજર છે, જેમાં સૌથી નિર્ણાયક કુડ્ડલોર, વિલ્લુપુરમ, તિરુવલ્લુર અને મદુરાઈમાં છે. દ્રવિડ ચળવળની સફળતા માટે દલિતો જવાબદાર હતા, અને ડ્ઢસ્દ્ભ અને છૈંછડ્ઢસ્દ્ભ જેવા પક્ષો તેમની સ્થાપના પછી સત્તામાં આવ્યા. દક્ષિણ તમિલનાડુ જિલ્લાઓ જેમ કે મદુરાઈ, થેની, ડિંડીગુલ, શિવગંગા અને રામનાથપુરમમાં થેવર નામની બીજી જાતિનો નોંધપાત્ર પ્રભાવ છે. વી.કે. શશિકલા અને બળવાખોર નેતા ઓ. પન્નીરસેલ્વમ થેવર સમુદાયના છે. થેવર વસ્તી ૧૦ થી ૧૨ ટકા હોવાનો અંદાજ છે.