ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર ખેડૂતોના મુદ્દે ગરમાવો આવ્યો છે. આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ બોટાદ ખાતે કિસાન મહાપંચાયતનું એલાન કર્યું છે. આવતીકાલે રવિવારે સાંજે ૫ઃ૦૦ વાગે બોટાદમાં ખેડૂતોના સ્વાભિમાન માટે આ કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે. ઈસુદાન ગઢવીએ સમગ્ર ગુજરાતના ખેડૂતોને આ મહાપંચાયતમાં મોટી સંખ્યામાં ભાગ લેવા માટે આહ્વાન કર્યું છે. તેમણે કહ્યું કે “ખેડૂતો સ્થાનિક સ્વરાજ અને ૨૦૨૭ની ચૂંટણીમાં ભાજપના સુપડા સાફ કરશે.બોટાદ યાર્ડમાં અડધી રાત્રે થયેલી ખેડૂત નેતા રાજુ કરપડાની ધરપકડને ઈસુદાન ગઢવીએ ભાજપનું ‘તાનાશાહી ભર્યું પગલું’ ગણાવ્યું છે. તેમણે આક્ષેપ કર્યો કે “અડધી રાત્રે પોલીસે માર્કેટયાર્ડમાં પહોંચીને રાજુ કરપડાની ધરપકડ કરી અને તેમને અજ્ઞાત સ્થળે લઈ ગયા.”ગઢવીએ ભાજપના નેતાઓ પર હજારો કરોડના કડદા કૌભાંડ કર્યા હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. તેમણે કપાસ સહિત તમામ પાકની ખરીદીમાં ભાજપના નેતાઓ તમામ માર્કેટયાર્ડમાં કૌભાંડ કરતા હોવાનું જણાવ્યું. તેમણે સવાલ કર્યો કે “ખેડૂતોના નક્કી કરેલા ભાવમાં ઘટાડો કરવામાં આવે તો ખેડૂત ક્્યાં જાય?” માંગણીઓ ન સ્વીકારવા પાછળ તેમણે ‘કમલમમાંથી ફોન આવ્યો હશે’ તેવી શક્્યતા વ્યક્ત કરી.ખેડૂતોને કિસાન મહાપંચાયતમાં આવતા રોકવા માટે પોલીસે ખેડૂતોને હજારોના મેમો ફટકાર્યા હોવાનો પણ ગઢવીએ આક્ષેપ કર્યો. તેમણે ડીજીપી પર આકરા પ્રહાર કરતા કહ્યું કે “ડીજીપી પગાર જનતાનો લે છે અને દલાલી ભાજપની કરે છે.”ઈસુદાન ગઢવીએ સ્પષ્ટ કર્યું કે “બોટાદ માર્કેટ યાર્ડમાં અમારી લડાઈનો અંત નથી થયો, આ તો શરૂઆત છે.” તેમણે એલાન કર્યું કે “હવે ફક્ત બોટાદ નહીં સમગ્ર ગુજરાતના તમામ માર્કેટયાર્ડના મુદ્દા ઉઠાવવામાં આવશે.”
આમ આદમી પાર્ટીની ખેડૂતલક્ષી પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા ગઢવીએ કહ્યું કે આપનો એક એક કાર્યકર્તા ખેડૂતો માટે ગોળી ખાવા તૈયાર છે.” તેમણે ભૂતકાળને યાદ કરીને જણાવ્યું કે “૩૦ વર્ષ પહેલા કોંગ્રેસની ૧૪૯ સીટો આવી હતી અને એમણે ખેડૂતો પર ગોળીબાર કર્યો હતો ત્યારથી ખેડૂતોએ કોંગ્રેસને મત આપ્યા નથી.” તેમણે ચેતવણી આપી કે “ભાજપ કોંગ્રેસની જ ભૂલ રીપીટ કરી રહ્યું છે.”








































