(એ.આર.એલ),ચંડીગઢ,તા.૧૬
હરિયાણાની ચૂંટણીમાં સીએમ પદને લઈને ભાજપમાં અંદરોઅંદર ખેંચતાણના સમાચાર છે, જેના કારણે રાજકારણ ગરમાયું છે. પાર્ટીના વરિષ્ઠ નેતા અનિલ વિજે ભાજપમાં મુખ્યમંત્રી પદ માટે દાવો રજૂ કર્યો છે અને કહ્યું છે કે મેં આજ સુધી પાર્ટી પાસેથી કંઈ માંગ્યું નથી, હવે હું મારી સિનિયોરિટીના આધારે મુખ્યમંત્રી પદ માટે દાવો કરીશ. હું સિનિયર છું તેથી હું પણ સીએમ બની શકું છું. આ
આભાર – નિહારીકા રવિયા નિવેદન બાદ ભાજપમાં રાજકીય ભૂકંપ આવી ગયો છે. તમને જણાવી દઈએ કે જ્યારે નાયબ સિંહ સૈની સીએમ બન્યા હતા ત્યારે અનિલ વિજને સૈની કેબિનેટમાં સ્થાન પણ નહોતું મળ્યું. આ પછી તેઓ પાર્ટીથી નારાજ પણ થઈ ગયા.હવે તેમણે સીએમ પદ પર દાવો કર્યો છે. આ વખતે અનિલ વિજ અંબાલા જિલ્લાની અંબાલા કેન્ટ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. જા કે અનિલ વિજના નિવેદન પર હરિયાણા ભાજપના પ્રભારી ધર્મેન્દ્ર પ્રધાને પોતાની પ્રતિક્રિયા આપી છે.કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને રવિવારે જણાવ્યું હતું કે હરિયાણાના મુખ્ય પ્રધાન નાયબ સિંહ સૈની ભાજપનો મુખ્ય પ્રધાનપદનો ચહેરો છે અને તેમના નેતૃત્વમાં પાર્ટી રાજ્યમાં જીતની ‘હેટ્રિક’ કરશે. પ્રધાનનું નિવેદન ત્યારે આવ્યું જ્યારે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને હરિયાણાના પૂર્વ મંત્રી અનિલ વિજે કહ્યું કે જા રાજ્યમાં ૫ ઓક્ટોબરે યોજાનારી વિધાનસભા ચૂંટણી પછી પાર્ટી સત્તામાં પરત ફરશે તો તેઓ મુખ્યમંત્રી પદ માટે ચૂંટણી લડશે. દાવો રજૂ કરશે.
વિજની ટિપ્પણીઓ વિશે પૂછતાં, હરિયાણા ચૂંટણીના ભાજપના પ્રભારી પ્રધાને કર્નાલમાં પત્રકારોને જણાવ્યું હતું કે, “પાર્ટી કાર્યકર હોવાને કારણે, તેમણે આ કહ્યું હશે, પરંતુ નાયબ સિંહ સૈની ભાજપનો મુખ્ય પ્રધાનપદનો ચહેરો છે. ભાજપ હરિયાણામાં રાજ્યના લોકપ્રિય નેતા સૈનીના નેતૃત્વમાં વિધાનસભા ચૂંટણી લડી રહી છે. હરિયાણા વિધાનસભા ચૂંટણી જીતીને ભાજપ ‘હેટ્રિક’ કરશે.
પ્રધાને કહ્યું કે અનામત અંગે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની તાજેતરની ટિપ્પણીઓ હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં “રાજકીય મુદ્દો” હશે. તેમણે દાવો કર્યો કે, “થોડા દિવસો પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જ્યારે તેમની પાર્ટી સત્તામાં આવશે, ત્યારે તે અનામત ખતમ કરશે. આ કોઈ નવી વાત નથી. તેમનું નિવેદન તેની (કોંગ્રેસની) માનસિક સ્થતિ દર્શાવે છે.