દક્ષિણ દિલ્હીના કાલકાજી એક્સટેન્શનમાં થયેલી તોડફોડને લઈને આમ આદમી પાર્ટી સતત ભાજપને ઘેરી રહી છે. તોડફોડ બાદ દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી આતિશીએ ભાજપ પર જારદાર નિશાન સાધ્યું. આ સાથે તેમણે એવો પણ દાવો કર્યો હતો કે લોકોને સૂવા માટે જગ્યા નથી અને ખાવાની પણ કોઈ વ્યવસ્થા નથી.
આપ નેતા આતિશીએ મોડી રાત્રે સોશિયલ મીડિયા હેન્ડલ એકસ પર પોસ્ટ કરી હતી. તેમણે કહ્યું હતું કે, તેઓ મોડી રાત સુધી ભૂમિહીન શિબિરમાં બેઘર રહેવાસીઓ સાથે હતા. કેટલાક બાળકોએ સવારથી ભોજન ખાધું ન હતું. ઘણા પરિવારો પાસે રાત્રે સૂવાની પણ જગ્યા નહોતી. તેમની હાલત જાઈને મારું હૃદય તૂટી ગયું. ભાજપ પર હુમલો કરતા આતિશીએ કહ્યું હતું કે, ભાજપને ચોક્કસપણે આ ગરીબ લોકોનો શ્રાપ મળશે.
આતિશીએ કહ્યું કે બેઘર લોકોને ખાવા-પીવાની કોઈ વ્યવસ્થા નહોતી. આ કારણે, તેમણે કહ્યું કે તેમણે બધાને દાળ ભાત ખવડાવ્યો. ઘણા પરિવારો માટે રાત્રિ રોકાણની વ્યવસ્થા કરવામાં આવી હતી. આતિશીએ પોસ્ટમાં એમ પણ કહ્યું હતું કે, કાલથી હું મારા ધારાસભ્ય કાર્યાલયમાં તેમની સમસ્યાઓના ઉકેલ માટે એક ખાસ શિબિર લગાવીશ. આમ આદમી પાર્ટી દરેક સુખ, દુઃખ અને સંઘર્ષમાં ગરીબોની સાથે ઉભી રહી છે અને આમ કરતી રહેશે.
૧૦ જૂનના રોજ, દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી આતિશી કાલકાજીમાં ભૂમિહીન શિબિરમાં પહોંચી હતી. આતિશી જે લોકોના ઘર તોડી પાડવામાં આવી રહ્યા છે તેમને મળવા ગઈ હતી, પરંતુ કાલકાજીમાં ઝૂંપડપટ્ટી તોડી પાડવાનો વિરોધ કરવા આવેલી આતિશીને કસ્ટડીમાં લેવામાં આવી હતી.
કસ્ટડીમાં લેવામાં આવતા પહેલા, આતિશીએ ઝૂંપડપટ્ટીઓ અંગે ભાજપ પર પ્રહાર કર્યા હતા. તેણીએ કહ્યું હતું કે ભાજપ કાલે આ ઝૂંપડપટ્ટીઓ તોડી પાડવા જઈ રહી છે અને મને આજે જેલમાં મોકલી રહી છે કારણ કે હું તેમના માટે અવાજ ઉઠાવી રહી છું. ભાજપ અને મુખ્યમંત્રી રેખા ગુપ્તાને ઝૂંપડપટ્ટીવાળાઓ દ્વારા શાપિત કરવામાં આવશે. તેણીએ એમ પણ કહ્યું હતું કે, ભાજપ ક્યારેય પાછો નહીં આવે.
બુધવારે કાલકાજીમાં ભૂમિહીન શિબિરમાં ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશન ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. દિલ્હી વિકાસ સત્તામંડળે જણાવ્યું હતું કે આ ડિમોલિશન અયોગ્ય રહેવાસીઓ સામે કરવામાં આવ્યું હતું જેમણે તેની ૫ એકર જમીન પર અતિક્રમણ કર્યું હતું. તેમાં કહેવામાં આવ્યું હતું કે કાલકાજીમાં ઇન સીટુ સ્લમ રિહેબિલિટેશન પ્રોજેક્ટ હેઠળ, તત્કાલીન દિલ્હી સરકાર દ્વારા મંજૂર કરાયેલ ૨૦૧૫ ની ડીયુએસઆઇબીની પુનર્વસન અને સ્થાનાંતરણ નીતિ અનુસાર પાત્રતા માપદંડો લાગુ કર્યા પછી, કેટલાક રહેવાસીઓ પુનર્વસન માટે લાયક હોવાનું જાણવા મળ્યું હતું અને કેટલાકને નહીં.
ડીડીએએ વધુમાં દાવો કર્યો હતો કે બુધવારે તોડી પાડવામાં આવેલા મોટાભાગના ઘરો ખાલી હતા. “ત્યાં ૩૪૪ ઝૂંપડપટ્ટીઓ હાજર હતી, જે મોટાભાગે ખાલી હતી. આ ઝૂંપડપટ્ટી માળખાઓને તોડી પાડવા પર કોઈ પ્રતિબંધ નથી,” તેણે એક નિવેદનમાં જણાવ્યું હતું.