રાહુલ ગાંધીના હિન્દુત્વવાળા નિવેદન પર ભાજપની પ્રતિક્રિયા પર છત્તીસગઢના મુખ્યમંત્રી ભુપેશ બધેલે પોતાની વાત રજુ કરતા કહ્યું કે ભાજપની વિચારધારા ખોટી અને લાલચ પર આધારિત છે.તેમના આદર્શ હિટલર અને મુસોલિનીથી પ્રેરિત છે.તેમના પરિધાન પણ ભારતીય નથી,તે બેંડ હાફ પેંટ કાળી ટોપી પહેરે છે.અમારા રાજયમાં ફકત ભાજપ જ દુખી છે.
આરએસએસ પર નિશાન સાધતા બધેલે કહ્યું કે તમે તેમની સંસ્કૃતિને જોઇ શકો છો.તે શોટ્‌ર્સ અને કાળી ટોપી પહેરે છે અને ડ્રમ વગાડે છે.આ ભારતીય પોશાક નથી તેઓ તેજ (હિટલર અને
મુસોલિની)થી પ્રેરિત છે અને તે અનુસાર કામ કરે છે.બધેલ રાયપુરના સ્વામી વિવેકાનંદ વિમાની મથકે પત્રકારો સાથે વાતચીત કરી રહ્યાં હતાં.
એ પુછવા પર કે શું રાહુલ ગાંધીએ હિન્દુ વિરૂધ્ધ હિન્દુત્વનો એક નવો મુદ્દો છેડી દીધો છે.તેના જવાબમાં બધેલે કહ્યું કે ભાજપની પોતાની ખુદની વિચારધારા નથી કોંગ્રેસે પોતાની વિચારધારા ઋષિ મુનિયોની પરંપરાથી લીધી છે.શંકરાચાર્ય હોય,ગૌતમ બુધ્ધ હોય,ગુરૂ નાનક દેવ હોય,કબીર હોય કે ગુરૂ ધાસીદાસ,આપણા તમામ ઋષિ મુનિઓએ સત્યની વાત કરી છે.આજ વાત મહાત્મા ગાંધીએ પોતાની આત્મકથા માઇ એકસપેરિમેંટ્‌સ વિધ ટુથમાં પણ લખી હતી.
તેમણે આરોપ લગાવ્યો કે ભાજપનો પાયો ખોટો અને છેંતરપીડી પર આધારિત છે અને તેના માટે હિટલર અને મુસોલિની તેમના આદર્શ છે.તેમણે કહ્યું કે એક જુઠ્ઠાણુ સો વાર બોલવામાં આવે અને તે સાચુ થઇ જોય તે રીતે ભાજપ સમગ્ર દેશને ગુમરાહ કરવા અને છેંતરવામાં સંડોવાયેલ રહ્યું છે.