બાબરા,તા.ર૪
મહારાષ્ટ વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો હતો તેમજ યુપી અને વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવારો વિજેતા જાહેર થયા હતા. આ તકે સમગ્ર ગુજરાતમાં વિજય ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી.બાબરા શહેર ભાજપ અને તાલુકા ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ફટાકડા ફોડી જીતની ઉજવણી કરી હતી.