પીલીભીતના સાંસદ અને ભારતીય જનતા પાર્ટીના નેતા વરુણ ગાંધીએ વડાપ્રઘાન નરેન્દ્ર મોદીની ત્રણ કૃષિ કાયદાઓ પાછી ખેંચવાની જોહેરાતનું સ્વાગત કર્યું. તેમજ પીએમ નરેન્દ્ર મોદીએ પત્ર લખીને એનએસપી પર કાયદો બનાવવાનો મુદ્દો ઉઠાવ્યો છે.
વરુણ ગાંધીએ કહ્યું કે જો આ નિર્ણય પહેલા લેવામાં આવ્યો હોત તો આટલી મોટી જોનહાનિ ન થઈ હોત. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખેલા પત્રમાં વરુણ ગાંધીએ કહ્યું હતું કે, “છેલ્લા એક વર્ષથી ત્રણ કૃષિ કાયદાઓને લઈને દેશભરમાં ખેડૂતોનું વિશાળ આંદોલન ચાલી રહ્યું છે. તમે આ કાયદાઓ રદ કરવાની જે જોહેરાત કરી છે તેના માટે હું મોટા હૃદયથી તમારો આભાર માનું છું. છેલ્લા એક વર્ષમાં સાતસોથી વધુ ખેડૂત ભાઈઓ પણ આ આંદોલનમાં ધરણા આપતા શહીદ થયા છે. હું માનું છું કે જો આ નિર્ણય અગાઉ લેવામાં આવ્યો હોત તો આટલી મોટી જોનહાનિ ન થઈ હોત.
વરુણ ગાંધીએ કહ્યું કે આંદોલનમાં શહીદ થયેલા ખેડૂત ભાઈઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં તેમના પરિવારજનોને પણ એક કરોડ રૂપિયાનું વળતર આપવામાં આવે. આ આંદોલન દરમિયાન ખેડૂત ભાઈઓ સામે નોંધાયેલી તમામ એફઆઈઆર પણ તાત્કાલિક રદ કરવી જોઈએ. પીએમ મોદીને લખેલા પત્રમાં વરુણ ગાંધીએ વધુમાં કહ્યું કે ખેડૂતોની બીજી માંગ એમએસપીને કાયદાકીય રીતે બંધનકર્તા બનાવવાની છે. આપણા દેશમાં ૮૫ ટકાથી વધુ નાના, લઘુ અને સીમાંત ખેડૂતો છે. આ ખેડૂતોના સશક્તિકરણ માટે, આપણે સુનિશ્ચિત કરવું પડશે કે તેઓને તેમના પાકની યોગ્ય કિંમત મળે. આ માંગણીના નિરાકરણ વિના આ આંદોલન સમાપ્ત નહીં થાય અને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળશે. જે કોઈને કોઈ સ્વરૂપે આવતા રહેશે. ખેડૂતો માટે પાકની એમએસપી વૈધાનિક ગેરંટી મેળવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. એમએસપી પણ એગ્રીકલ્ચરલ કોસ્ટ પ્રાઈસ કમિશનની ફોર્મ્યુલા પર આધારિત હોવી જોઈએ. આ સંદર્ભમાં હું તમને વિનંતી કરું છું કે સરકાર રાષ્ટÙના હિતમાં આ માંગણીને તાત્કાલિક સ્વીકારે. આનાથી આપણા ખેડૂત ભાઈઓને વિશાળ આર્થિક સુરક્ષા કવચ મળશે અને તેમની સ્થિતિમાં ઘણો સુધારો થશે.