(એ.આર.એલ),બેંગ્લુરૂ,તા.૮
કર્ણાટકના
આભાર – નિહારીકા રવિયા ચિક્કાબલ્લાપુરથી ભારતીય જનતા પાર્ટીના સાંસદ કે. સુધાકરે પોતાની જીતની ઉજવણી માટે લોકોમાં દારૂ વહેંચ્યો. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જાવા મળી રહ્યું છે કે લોકો કતારમાં ઉભા છે અને તેમને દારૂની બોટલો પીરસવામાં આવી રહી છે. બીજી તરફ પોલીસે આ મામલે કોઈ ભૂલ હોવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો છે. પોલીસનું કહેવું છે કે આ આબકારી વિભાગની જવાબદારી છે કારણ કે આબકારી વિભાગે જ ફંક્શનમાં દારૂનું વિતરણ કરવાની પરવાનગી આપી છે.
બેંગલુરુ ગ્રામીણ પોલીસ અધિક્ષક સીકે બાબાએ કહ્યું, ‘આબકારી વિભાગે સમારોહમાં દારૂનું વિતરણ કરવાની મંજૂરી આપી હતી. પોલીસને કાર્યક્રમમાં વ્યવસ્થા જાળવવા સૂચના આપવામાં આવી હતી. આમાં પોલીસ વિભાગનો કોઈ દોષ નથી. આબકારી વિભાગે દારૂના વિતરણની પરવાનગી આપી હતી અને તે સંપૂર્ણપણે તેમની જવાબદારી છે સીકે બાબાએ સ્પષ્ટ કહ્યું છે કે આ ઘટનામાં પોલીસનો કોઈ દોષ નથી.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. જેમાં લખ્યું છે કે કર્ણાટકના નીલમંગલા વિસ્તારમાં લોકો દારૂની બોટલો લેવા માટે કતારમાં ઉભા છે. વધુમાં જણાવવામાં આવ્યું છે કે આ સમારોહનું આયોજન ભારતીય જનતા પાર્ટીના સાંસદ કે. સુધાકરે આયોજન કર્યું છે. સુધાકરે લોકસભા ચૂંટણીમાં ચિક્કાબલ્લાપુર સીટ પરથી જીતની ઉજવણી કરવા માટે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું.
તમને જણાવી દઈએ કે આ વર્ષે યોજાયેલી લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ કે સુધાકરને ચિક્કાબલ્લાપુરથી પોતાના ઉમેદવાર જાહેર કર્યા હતા. સુધાકરે તેમના નજીકના હરીફ એમએસ રક્ષા રામૈયાને હરાવ્યા હતા. કે સુધાકરને કુલ ૮૨૨૬૧૯ વોટ મળ્યા જ્યારે રામૈયાને ૬૫૯૧૫૯ વોટ મળ્યા.