સંસદ પરિસરમાં ભાજપ સાંસદ અચાનક એ રીતે એક મંત્રી ઉપર નારાજ થઇ ગયા કે અન્ય સાંસદોએ તેને શાંત કરવાનો પ્રયાસ કર્યો અને શાંત કર્યા હતાં.ભાજપ સાંસદ વૃજભૂષણ શરણ સિંહ સંસદ પરિસરમાં એક કેબિનેટ મંત્રીની પાસે ગયા અને તેમણે મંત્રી પર ગુસ્સે થઇ ગયા.સાંસદે મંત્રીને કહ્યું કે તેઓ છ વખત ચુંટણી જીતી ચુકયા છે અને તે કોઇનાથી ડરતા નથી ભાજપ સાંસદે મંત્રીને કહ્યું કે તે છેલ્લા ત્રણ મહીનાથી તેમને મળવાનો સમય માંગી રહ્યાં છે અને તમે અત્યાર સુધી તેના માટે એકવાર પણ સમય આપ્યો નથી
સાંસદ વૃજભૂષણ શરણ સિંહના આ અંદાજથી મંત્રી ખુદને અસહજ અનુભવવા લાગ્યા હતાં અને જવાબ આપી શકયા નહીં. જયારે અન્ય કેટલાક સાંસદોએ વૃજભૂષણ શરણ સિંહને શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો અને તે સમયે મંત્રી કૈસરગંજ સાંસદને પોતાની ઓફિસમાં કોફી માટે બોલાવી લીધા એ યાદ રહે કે વૃજભૂષણ શરણસિંહ કુશ્તી સંધના અધ્યક્ષ પણ છે.