(એ.આર.એલ),જમ્મુ,તા.૧
ભાજપના વરિષ્ઠ નેતા અને જમ્મુ અને કાશ્મીરના નગરોટા વિધાનસભા ક્ષેત્રના વર્તમાન ધારાસભ્ય દેવેન્દ્ર સિંહ રાણા (૫૯)નું ગુરુવારે હરિયાણાના ફૈઝાબાદની એક ખાનગી હોÂસ્પટલમાં અવસાન થયું. રાણા કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહના નાના ભાઈ હતા. તેમના મૃત્યુનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ભાઈના નિધનના સમાચાર મળ્યા બાદ મંત્રી જિતેન્દ્ર સિંહ તેમના ઘરે પહોંચી ગયા છે.
જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ તેમના શોક સંદેશમાં કહ્યું કે દેવેન્દ્ર સિંહ રાણાના અકાળે અવસાન વિશે જાણીને મને ખૂબ જ દુઃખ થયું છે. તેમના નિધનથી આપણે એક દેશભક્ત અને વ્યાપક રીતે આદરણીય નેતા ગુમાવ્યા છે જેઓ જમ્મુ અને કાશ્મીરના લોકોની સુખાકારી માટે પ્રતિબદ્ધ હતા. હું તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. ઓમ શાંતિ.
કરોડોની કંપની બનાવવાથી માંડીને સત્તાના કોરિડોરમાં પ્રભાવ સાથે અગ્રણી રાજકારણી બનવા સુધી, રાણા જમ્મુ પ્રદેશ પર પ્રભુત્વ ધરાવતા ડોગરા સમુદાય માટે મજબૂત અવાજ હતા. તેઓ તાજેતરમાં જમ્મુ જિલ્લાના નાગરોટા વિસ્તારમાંથી જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં ચૂંટાયા હતા.
રાણાના નિધન પર શોક વ્યક્ત કરતા, જમ્મુ અને કાશ્મીરના ઉપમુખ્યમંત્રી સુરિન્દર કુમાર ચૌધરીએ Âટ્‌વટર પર એક પોસ્ટમાં કહ્યું કે આ સમાચાર ખાસ કરીને શુભ દિવસે નિરાશાજનક છે. તેમના નાના ભાઈના નિધન પર તેમના પરિવાર પ્રત્યે મારી સંવેદના. તેમના પરિવાર અને પ્રિયજનો પ્રત્યે ઊંડી સંવેદના. ઓમ શાંતિ.
પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના વડા મહેબૂબા મુફ્તીએ પણ પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને કહ્યું કે દેવેન્દ્ર રાણા જીના આકસ્મિક નિધન વિશે સાંભળીને આઘાત લાગ્યો છે. તેમના પરિવાર અને પ્રિયજનો પ્રત્યે ઊંડી સંવેદના.
એઆઇસીસીના જનરલ સેક્રેટરી ગુલામ અહેમદ મીર, પીપલ્સ કોન્ફરન્સના પ્રમુખ સજ્જાદ લોન, ભાજપના નેતા અને પૂર્વ મંત્રી ચૌધરી ઝુલ્ફીકાર અલીએ સોશિયલ મીડિયા પર રાણાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. રાણાના પરિવારમાં પત્ની, બે પુત્રી અને એક પુત્ર છે.
બીજેપી પ્રવક્તા સાજિદ યુસુફે કહ્યું કે રાણા જમ્મુ અને કાશ્મીરમાં એક અગ્રણી રાજકીય વ્યÂક્ત હતા. તેમના આક્સ્મીસ નિધનથી ભાજપ અને તેના સમર્થકો આઘાતમાં છે. રાણાના પાર્થિવ દેહ અંતિમ સંસ્કાર માટે આજે જમ્મુ પહોંચે તેવી શક્યતા છે.
કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહના ભાઈ અને બીજેપીના વરિષ્ઠ નેતા અને નગરોટાના ધારાસભ્ય દેવેન્દ્ર સિંહ રાણાનું ગુરુવારે હરિયાણાના ફરીદાબાદની એક ખાનગી હોસ્પિટલમાં નિધન થયું હતું. તેઓ ૫૯ વર્ષના હતા.
ભાજપના એક વરિષ્ઠ નેતાના જણાવ્યા અનુસાર રાણાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. તેમના પરિવારમાં તેમની પત્ની ગુંજન રાણા, તેમની પુત્રીઓ દેવયાની અને કેતકી અને પુત્ર અધિરાજ સિંહ છે.