આમ આદમી પાર્ટી(આપ)ની પંજોબ એકમના અધ્યક્ષ ભગવંત માને દાવો કર્યો છે કે ભાજપના એક વરિષ્ઠ નેતાએ આગામી વર્ષ યોજોનાર વિધાનસભા ચુંટણી પહેલા ભગવા પાર્ટીમાં સામેલ થવા માટે તેમને નાણાં અને કેન્દ્રીય મંત્રીમંડળમાં સામેલ કરવાની પેશકશ કરી હતી.સંગરૂરના સાંસદે અહીં પત્રકારોને સંબોધન કરતા કહ્યું કે તેમને નાણાં કે કોઇ અન્ય વસ્તીથી ખરીદી શકાય તેમ નથી.
કોઇનું નામ જોહેર કર્યા વિના માને દાવો કર્યો કે ભાજપના વરિષ્ઠ નેતાએ ચાર દિવસ પહેલા તેમનો સંપર્ક કર્યો અને તેમને કહ્યું કે માન સાહેબ ભાજપમાં સામેલ થવા માટે તમે શું લેશો.તેમણે આરોપ લગાવ્યો કે તેમને એ પણ પુછવામાં આવ્યું કે શું તમારે નાણાંની જરૂરત છે આપ નેતાએ દાવો કર્યો કે તેમને કહેવામાં આવ્યું છે કે જો તે ભાજપમાં સામેલ થાય તો તેમને કેન્દ્ર સરકારમાં કેબિનેટ મંત્રી બનવવામાં આવશે. પંજોબથી આપના એક માત્ર સાંસદ માને કહ્યું કે તેમણે ભાજપના નેતાને કહ્યું કે હું મિશન પર છું નહીં કે કમિશન પર.તેમણે કહ્યું કે તેમણે ભાજપ નેતાને કહ્યું કે બીજો લોકો હશે જેને તમે ખરીદી શકશો મને નહીં. માને કહ્યું કે તેમને નાણાં કે કોઇ અન્ય વસ્તુથી ખરીદી શકાય તેમ નથી જયારે તેમને ભાજપના તે નેતાના નામનો ખુલાસો કરવા માટે કહ્યું તો તેમણે કહ્યું કે યોગ્ય સમયે તેઓ તેમનું નામ જોહેર કરશે. આપ નેતાએ દાવો કર્યો કે ભાજપનો પંજોબમાં કોઇ જનાધાર નથી ભાજપ નેતાઓને ગામમાં પ્રવેશવા દેવામાં આવતા નથી કૃષિ કાનુનોને લઇ તેમને કિસાનોના ગુસ્સાનો સામનો કરવો પડી રહ્યો છે આથી જ સરકારે કાનુનને પાછા લેવામાં આવ્યા છે.