ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નબિન ૨૦ ફેબ્રુઆરીથી ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. ૨૦, ૨૧ અને ૨૨ ફેબ્રુઆરી દરમિયાન તેઓ અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ સંગઠનાત્મક, ધાર્મિક અને યુવા કાર્યક્રમોમાં હાજરી આપશે.
પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, ભાજપ એ એવી પાર્ટી છે જ્યાં સામાન્ય કાર્યકર પણ શ્રેષ્ઠ સ્થાન સુધી પહોંચી શકે છે. મહેસાણાના વડનગર જેવી ધરતી પરથી દેશના વડાપ્રધાન ઉભા થયા છે, જે ભાજપની કાર્યકર કેન્દ્રિત સંસ્કૃતિનું ઉદાહરણ છે. તેમણે કહ્યું કે નિતિન નબિન યુવા શકિત નું પ્રતિક છે અને સૌથી નાની વયના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે સંગઠનને નવી ઊર્જા આપી રહ્યા છે. ૨૦ ફેબ્રુઆરીએ બપોરે ૧૨ઃ૩૦ વાગ્યે તેઓ એરપોર્ટ પર આવી પહોંચશે, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. ત્યારબાદ બપોરે ૩ઃ૩૦ વાગ્યે જીએસસી બેક ખાતે ધારાસભ્યો અને સાંસદો સાથે બેઠક યોજાશે. સાંજે ૫ઃ૩૦ વાગ્યે ગાંધીનગર ખાતે બજેટ મીટમાં સંવાદ કાર્યક્રમ રહેશે.
૨૧ ફેબ્રુઆરીએ સવારે ૬ વાગ્યે તેઓ અટલ બ્રિજ પર મો‹નગ વોક કરશે. સવારે ૮ઃ૪૫ વાગ્યે ભદ્રકાળી માતા મંદિર ખાતે દર્શન કરશે. સવારે ૧૧ વાગ્યે કમલમ ખાતે પદાધિકારીઓ અને હોદેદારો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાશે. બપોરે ૨ વાગ્યે સોશિયલ મીડિયા ટીમ સાથે સંવાદ થશે. સાંજે ૪ વાગ્યે ગિફ્ટ સિટીમાં યોજાનારી યંગ વોઇસ સમિટમાં યુવાઓને સંબોધન કરશે. ત્યારબાદ સાંજે ૫ઃ૩૦ વાગ્યે જીએમડીસી ખાતે બૂથ કાર્યકરો સાથે સીધો સંવાદ યોજાશે. ૨૨ ફેબ્રુઆરીએ હેરિટેજ ખાડિયામાં રવિવારે પ્રધાનમંત્રીની ‘મન કી બાત’ કાર્યક્રમનું શ્રવણ કરશે અને ત્યારબાદ બપોરે ૧૨ઃ૩૦ વાગ્યે દિલ્હી જવા રવાના થશે.
આ સમગ્ર પ્રવાસને લઈને ભાજપ સંગઠનમાં ભારે ઉત્સાહ જાવા મળી રહ્યો છે. પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે રાષ્ટ્રીય અધ્યક્ષની આ મુલાકાતથી બૂથથી લઈને ટોચ સુધી સંગઠનને નવી દિશા અને શકિત મળશે.









































