(એ.આર.એલ),મુંબઇ,તા.૩
મહારાષ્ટના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ શનિવારે નાગપુરમાં આરએસએસ મુખ્યાલય પહોંચ્યા અને ત્યાં આરએસએસ અધિકારીઓને મળ્યા હતાં. ફડણવીસની સંઘ મુખ્યાલયની મુલાકાત એવા સમયે આવી છે જ્યારે તેમને ભાજપના રાષ્ટય અધ્યક્ષ બનાવવાની ચર્ચા ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ફડણવીસ સંઘ મુખ્યાલય સ્થત ડા.હેડગેવાર સ્મૃતિ મંદિર પહોંચ્યા હતા. જા કે, ફડણવીસ અને સંઘના અધિકારીઓ વચ્ચે કયા મુદ્દા પર ચર્ચા થઈ તે જાણી શકાયું નથી.
સંઘ મુખ્યાલયની મુલાકાત લીધા બાદ દેવેન્દ્ર ફડણવીસ નાગપુરમાં યોજાનાર ભાજપ સંમેલનમાં પણ હાજરી આપશે.જ્યારે ફડણવીસને બીજેપીના રાષ્ટÙીય અધ્યક્ષ બનાવવા અંગે પૂછવામાં આવ્યું તો તેમણે તેને માત્ર અફવા ગણાવી. તેમણે કહ્યું કે ‘આ ચર્ચા મીડિયા દ્વારા શરૂ કરવામાં આવી છે અને તે માત્ર મીડિયા સુધી જ સીમિત છે’. ડેપ્યુટી સીએમ ફડણવીસે શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આવી સ્થતિમાં હવે ફડણવીસની સંઘ મુખ્યાલયની મુલાકાતને લઈને ચર્ચાઓનું બજાર ગરમ છે.મહારાષ્ટના એક નેતાએ કહ્યું કે ભાજપે ખાસ કરીને મહારાષ્ટÙના રાજકારણ માટે ફડણવીસને પ્રોત્સાહન આપ્યું હતું. આજે પણ મહારાષ્ટમાં ભાજપ પાસે દેવેન્દ્ર ફડણવીસ સિવાય બીજા કોઈ મોટો અને લોકપ્રિય ચહેરો નથી, જે આગામી વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીને જીત તરફ લઈ જઈ શકે. ભાજપ પાસે પીયૂષ ગોયલ, વિનોદ તાવડે જેવા નેતાઓ છે, પરંતુ તેઓ કેન્દ્રીય રાજકારણમાં વ્યસ્ત છે. કેન્દ્રની જરૂરિયાતોને ધ્યાનમાં લેતા, તેમને રાજ્યમાં મોકલવાની શક્યતા ઓછી છે. આવી સ્થતિમાં દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટÙમાં પાર્ટી માટે વધુ ઉપયોગી સાબિત થઈ શકે છે. આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને પાર્ટી મહારાષ્ટમાં જ તેનો ઉપયોગ કરી શકે છે.