અમરેલી લોકસભા સહિત સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણી યોજાઈ ગયા બાદ હવે પરીણામો પણ જાહેર થઈ ગયા છે પરંતુ પરીણામો જાહેર થયા બાદ હવે ભાજપનો આંતરિક વિખવાદ ઉડીને સામે આવ્યો છે. અમરેલી લોકસભાની બેઠક માટે ભાજપે જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતભાઈ સુતરીયાને ટિકિટ આપતાની સાથે પૂર્વ સાંસદ નારણ કાછડીયાએ તો જાહેર મંચ પરથી લોકસભાના ઉમેદવારને થેન્ક્યૂ બોલતા પણ આવડતુ નથી તેવા ઉમેદવારને ટિકિટ આપવામાં આવી છે તેમ ખુલ્લેઆમ કહ્યુ હતુ તો હવે સા.કુંડલા ભાજપના પૂર્વ ધારાસભ્યનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં પૂર્વ ધારાસભ્ય ખુલ્લેઆમ લોકસભામાં કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમ્મરને મત આપવા અપીલ કરી રહ્યાં છે. આમ, લોકસભાની ચૂંટણી બાદ ભાજપનો જૂથવાદ સપાટી પર આવ્યો છે.