(એ.આર.એલ),મુંબઇ,તા.૧૬
ભારતીય જનતા પાર્ટીના મહિલા નેતા અને પૂર્વ લોકસભા સાંસદ નવનીત રાણાને ધમકીભર્યો પત્ર મોકલવામાં આવ્યો છે. આ પત્રમાં નવનીત રાણા પાસેથી ૧૦ કરોડ રૂપિયાની ખંડણીની માંગણી કરવામાં આવી છે. એક અધિકારીએ આ ઘટના અંગે માહિતી આપતા કહ્યું કે પોલીસે આ મામલે એફઆઈઆર નોંધીને તપાસ શરૂ કરી છે. તમને જણાવી દઈએ કે નવનીત રાણા મહારાષ્ટÙની અમરાવતી લોકસભા સીટથી સાંસદ રહી ચુક્યા છે. ૨૦૨૪ની લોકસભા ચૂંટણી પહેલા તે ભારતીય જનતા પાર્ટીમાં જાડાઈ હતી.અધિકારીએ માહિતી આપી છે કે આમિર નામના વ્યÂક્તએ અમરાવતીના પૂર્વ સાંસદ નવનીત રાણાને સ્પીડ પોસ્ટ દ્વારા ધમકીભર્યો પત્ર મોકલ્યો છે અને ૧૦ કરોડ રૂપિયાની ખંડણીની માંગણી કરી છે. નવનીત રાણાના અંગત સચિવ વિનોદ ગુહેએ પોલીસ સ્ટેશન જઈને આ ઘટના અંગે ઔપચારિક ફરિયાદ નોંધાવી છે.પોલીસને આપેલી ફરિયાદમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે ૧૧ ઓક્ટોબરે નવનીત રાણાના ઘરે એક કર્મચારીને આ ધમકીભર્યો પત્ર મળ્યો હતો. પત્ર મોકલનારએ કહ્યું છે કે તેણે નવનીત રાણા પાસેથી સોપારી લીધી છે. આરોપીએ તેની સાથે દુષ્કર્મની ધમકી પણ આપી છે. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.નવનીત રાણાના પતિ અને અપક્ષ ધારાસભ્ય રવિ રાણાએ તાજેતરમાં દાવો કર્યો છે કે નવનીત મહારાષ્ટ વિધાનસભાની ચૂંટણી નહીં લડે. તેમણે કહ્યું કે ભાજપે નવનીત રાણાને રાજ્યસભાની સદસ્યતા અપાવવાનું આશ્વાસન આપ્યું છે. નવનીત રાણાને ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં અમરાવતી (એસસી) બેઠક પરથી કોંગ્રેસના બળવંત વાનખેડેએ હરાવ્યા હતા.