વાવ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને ભાજપ-કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવાર વચ્ચે ત્રિપંખીયો જંગ ખેલાયો છે ત્યારે કોંગ્રેસ અને ભાજપના મોટા નેતાઓ વાવ વિધાનસભામાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે ત્યારે ગત રોજ કેન્દ્રીય મંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર પાટીલ ભાભર ખાતે પહોંચ્યા હતા જ્યાં તેમને ભાભરની રાધે ઇન્ટરનેશનલ સ્કૂલમાં ત્રણ તાલુકાના પેજ પ્રમુખો અને બુથ પ્રમુખો સાથે બેઠક કરી હતી ત્યાર બાદ ભાજપના ધારાસભ્યો, મંત્રીઓ,પૂર્વ ધારાસભ્યો, પૂર્વ સાંસદો અને જિલ્લાના ભાજપના નેતાઓ અને આગેવાનો અને મુખ્ય કાર્યકર્તાઓ સાથે બંધ બારણે બૃહદ બેઠક કરીને ચૂંટણીની રણનીતિની સમીક્ષા કરી હતી અને ચૂંટણી જીતવા માટે રણનીતિ ઘડી હતી. જ્યાં સી.આર પાટીલ સાથે મંત્રી બળવંતસિંહ,રાજપૂત, મંત્રી ભાનું બાબરીયા સહિત અનેક પ્રદેશના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યકર્તા ખેમાજી ઠાકોરે કહ્યું કે, અમારી પાટીલ સાહેબ સાથે બેઠક હતી જે ગુપ્ત હોવાથી કઈ કહી શકાય નહીં પણ ચૂંટણી માટેની રણનીતિ તૈયાર કરાઈ છે. જાકે બેઠક બાદ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે કહ્યું હતું કે, બનાસકાંઠામા વાવની પેટા ચૂંટણી છે. આ મીટીંગ ઉત્સાહ ભરી રહી છે. ૨૦૨૨મા અને આ સીટ ગુમાવી હતી. ૨૦૨૪ મા લોકસભા જીતવા છતા આ વિધાન સભામા પહેલા તે હારેલા છે હાર્યા હતા. જાકે અપક્ષ ઉમેદવાર માવજી પટેલના સવાલ ઉપર સીઆર પાટીલે કહ્યું કે ગમે તે ઉમેદવારને ઉભા રહેવા મરજીની વાત છે, જંગ ત્રિપાખિયા ચોપાંખિયો પણ હોઈ શકે છે. જે પણ ઉભા હોય એ એમની મરજીની વાત છે.
ભાભાર ખાતેની બેઠક પુરી થયા બાદ સી આર પાટીલને મળવા વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પહોંચ્યા હતા. તો વાવ વિધાનસભાના ઉમેદવાર સ્વરૂપજી પણ પાટીલના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. જાકે પૂર્વ સાંસદ પરબત પટેલે બેઠક બાદ અપક્ષ ઉમેદવાર માવજીભાઈ પટેલને લઈને મોટું નિવેદન આપતા કહ્યું હતું કે, વાવ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને આજે અમારા પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે કાર્યકર્તાઓ અને આગેવાનો સાથે બેઠક કરી રિવ્યુ લીધા. આમ તો એવું છે કે ભાજપ-કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે ત્રીપાંખીયો જંગ છે. અપક્ષ છે એટલે અમારે થોડું મથવું પડશે..બાકી જા અપક્ષ ન હોત તો અમે સીધી ચૂંટણીમાં અમે સીધેસીધું અમે વગર મહેનેતે જીતેલા હતા હવે થોડું મથવું પડશે. બાકી ભાજપના સ્વરૂપજી ઠાકોર જીતશે જંગી બહુમતીથી જીતશે તેમાં શંકાને સ્થાન નથી. માવજીભાઈને જે કઈ વોટ મળે એ ભાજપના વોટ છે અને પટેલ એટલે ટોટલ ભાજપ એટલે જ અમારે થોડી ઘણી મહેનત કરવી પડશે .નહિ તો વગર મહેનેતે ક્લીન સ્વીપ હતી.
વાવ વિધાસભાની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ જારશોરથી ચૂંટણી પ્રચાર કરીને જીતના દાવા કરી રહ્યા છે ત્યારે હવે જાવાનું એ રહ્યું કે કોના દાવા સાચા પડે છે.