કર્ણાટક કોંગ્રેસનો ફરી એક વખત ફજેતો થયો છે અને સોશિયલ મીડિયા પર તેનો વિડિયો પણ વાયરલ થયો છે.
મળતી વિગતો પ્રમાણે વિડિયો ૩૧ ઓક્ટોબરનો છે અને પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધીની પુણ્યતિથિના અવસરે બેંગ્લોરમાં પાર્ટીની ઓફિસમાં એક કાર્યક્મર યોજાયો હતો.આ દરમિયાન મંચ પર હાજર રાજ્યના કોંગ્રેસ અધ્યક્ષ ડી કે શિવકુમાર, પૂર્વ સીએમ સિધ્ધારમૈયા વચ્ચેની વાચીત વિડિયોમાં કેદ થઈ ગઈ હતી.
જેમાં સિધ્ધરમૈયા પ્રદેશ અધ્યક્ષ ડીકે શિવકુમારને કહેતા સંભળાય છે કે, પાર્ટીની ઓફિસમાં આપણે ઈન્દિરા ગાંધીની સાથે સાથે સરદાર પટેલની પણ તસવીર લગાવવી જાઈએ.એવુ નહીં કરીએ તો ભાજપ આ મુદ્દે કોંગ્રેસની ટીકા કરી શકે છે અને તેનો રાજકીય ફાયદો લેશે.
દરમિયાન શિવકુમાર એવો જવાબ આપે છે કે, આપણે તો સરદાર પટેલની તસવીર ક્યારેય લગાડતા નથી.જાકે એ પછી કોંગ્રેસ કાર્યાલયના એક કર્મચારીએ શિવકુમાર સરદાર પટેલની તસવીર લાવવા માટે આદેશ આપતા દેખાય છે.
આ વિડિયો ભાજપના પૂર્વ મંત્રી એમ પી રેણુકાચાર્યે રિલિઝ કર્યો છે .આ પહેલા પણ શિવકુમારને લઈને વિવાદ સર્જાયેલો છે.ઓક્ટોબરમાં વાયરલ એક વિડિયોમાં કર્ણાટક પ્રદેશ કોંગ્રેસના મીડીયા સંયોજક એમ એ સલીમ તેમજ પૂર્વ લોકસભા સાંસદ વીએસ ઉગ્રપ્પા એવો આરોપ લગાવતા દેખાયા હતા કે, દારુના નશામાં લાંચ લેતી વખતે શિવકુમારની જીભ થોથવાતી હતી.