ગીર સોમનાથના તાલાળા ગીરમાં ભાજપ અગ્રણી દારૂ સાથે ઝડપાયા હોવાનું સામે આવ્યું છે. જેના કારણે રાજકારણમાં હડકંપ મચી ઉઠ્‌યો છે. ભાજપના અગ્રણી બાબુ રામોલિયાની વાડીમાંથી ૮ લાખનો દારૂ ઝડપાયો છે. જેમા તેમણે ધાવા-સુરવા ગામની સીમમાં વાડીમાં દારૂ રાખ્યો હતો. જે દારૂ પોલીસે ઝડપી પાડ્યો છે.
પોલીસને મોડી રાતે બાતમી મળી હતી જે બાતમીને આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે ૧૬૪ પેટી દારૂ સાથે વાડીના માલિક અરવિંદ રામોલિયાની ધરપકડ કરી છે. જેના કારણે આસપાસના વિસ્તારમાં ચરચાર મચી જવા પામી છે. સાથેજ કાયદો વ્યવસ્થાની સ્થિતી સામે પણ સવાલો ઉભા થયા છે.
પોલીસને સમગ્ર મામલે બાતમી મળી હતી કે ધારા સુરવા ગામની સીમમાં આવેલ વાડીમાં દારૂ રાખવામાં આવ્યો છે. જે બાતમીને આધારેજ પોલીસે રેડ કરી હતી. જે વાડીમાં રેડ કરી તે વાડી ભાજપ અગ્રણી અરવિંદ રામોલિયાની હોવાનું સામે આવ્યું છે. જેને લઈને પોલીસે સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી આરંભી છે.
ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે પોલીસે ૧૬૪ પેટી દારૂ સાથે વાડીના માલિક અરવિંદ રામોલિયાની ધરપકડ કરી છે. સાથેજ દારૂનો જથ્થો ક્યાથી આવ્યો હતો તેનું પગેલું મેળવવા પણ પોલીસે કવાયત હાથ ધરી છે. સાથેજ આ ઘટનામાં ઉનાનો કુખ્યાત બુટલેગર પણ ફરાર તઈ ગયો હોવાનું સામે આવ્યું છે.