ગાંધીનગર જિલ્લાના માણસા ખાતે સરદાર પટેલ ગ્રુપ દ્વારા આજે વિવિધ મુદ્દાઓને લઈને જનક્રાંતિ મહાસભા અને ત્યારબાદ જનક્રાંતિ રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યત્વે ભાગેડુ પ્રેમલગ્નો સામે માતા-પિતાની સંમતિ ફરજિયાત કરવાની માંગ સાથે આ કાર્યક્રમ યોજાયો હતો.ગાંધીનગર જિલ્લાના માણસા ખાતે સરદાર પટેલ ગ્રુપ દ્વારા ભાગેડુ પ્રેમલગ્નો સામે સખત કાયદાની માંગ સાથે એક વિશાળ જનક્રાંતિ મહાસભા અને જનક્રાંતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. માણસા  ખાતેથી સવારે ૧૦ વાગ્યે આ રેલીની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં ૮૪ ગામના ૪૫ જેટલા સરપંચો અને સભ્યો સહિત મોટી સંખ્યામાં લોકો જાડાયા હતા.આ કાર્યક્રમમાં આસપાસના ૮૪ ગામોમાંથી ૪૫ જેટલા ગામના સરપંચો અને સભ્યો સહિત મોટી સંખ્યામાં લોકો જાડાયા હતા. સરદાર પટેલ ગ્રુપ દ્વારા ૨૦૧૯થી આ મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી કાર્યક્રમો ચાલુ રાખવાની તૈયારી બતાવી છે. સરદાર પટેલ ગ્રુપ ની મુખ્ય માંગ ભાગેડું લગ્નોમાં લગ્ન નોંધણી વખતે માતા-પિતાની સંમતિ ફરજિયાત બનાવવાની છે, જેથી સમાજની દીકરીઓનું જીવન સુરક્ષિત રહે અને બે પરિવારો પર થતી ખરાબ અસરો અટકાવી શકાય.સરદાર પટેલ ગ્રુપના આગેવાનોએ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ પ્રેમલગ્નના વિરોધી નથી, પરંતુ માતા-પિતાની સંમતિથી થતા પ્રેમલગ્નને સમર્થન આપે છે. તેમની લડત સંપત્તિ અને અન્ય સ્વાર્થ માટે દીકરીઓને ફસાવીને થતા ‘ભાગેડુ લગ્નો’ સામે છે, જેનાથી દીકરી અને તેના માતા-પિતા બંનેનું જીવન બરબાદ થાય છે. સરદાર પટેલ ગ્રુપની મુખ્ય અને અન્ય વિવિધ મુદ્દાઓ પરની માંગો આ પ્રમાણે છેઃસરદાર પટેલ ગ્રુપ એ જનક્રાંતિ મહાસભામાં ભાગેડુ લગ્નોની પાછળનું એક સામાજિક ચિત્ર રજૂ કર્યું હતું. રજૂઆત મુજબ, સુખી-સંપન્ન પરિવારની દીકરીઓ ૧૭ વર્ષની ઉંમરે આવતાની સાથે જ અમુક યુવાનો દ્વારા ટાર્ગેટ બનાવાય છે. ‘ચકું-બકુ’ જેવી મીઠી વાતોમાં ફસાવીને યુવાન પોતાને દીકરી માટે ‘સર્વે-સર્વા’ સાબિત કરે છે. લગ્ન બાદ થોડા જ સમયમાં દીકરીને તેના  પિતાની સંપત્તિમાંથી ભાગ માંગવા માટે દબાણ કરવામાં આવે છે. આ દબાણના કારણે દીકરી સીધેસીધી વારસદાર બનવા ભાગ માંગે છે અથવા ભાગ ન માંગે તો ત્રાસનો ભોગ બને છે. અંતે, દીકરી માતા-પિતાનો સંપર્ક કરે છે અને માતા-પિતા દુઃખી દીકરીને છૂટાછેડા લઈને પાછી અપનાવી લે છે. આ પ્રક્રિયામાં છૂટાછેડા માટે કરોડો રૂપિયા માંગવામાં આવતા હોવાના દાખલા પણ રજૂ કરાયા હતા. સરદાર પટેલ ગ્રુપ એ ભારપૂર્વક જણાવ્યું કે આ કડક કાયદો લાવવો એટલા માટે જરૂરી છે કે દીકરીના હિતમાં અને સંપત્તિ માટે થતા લગ્નો અટકાવી શકાય. સરદાર પટેલ ગ્રુપ એ ૨૦૧૯થી આ મુદ્દો ઉઠાવી રહી છે અને જ્યાં સુધી તેમને ન્યાય નહીં મળે ત્યાં સુધી કાર્યક્રમ યથાવત રાખવાની તૈયારી બતાવી છે.