પંજાબ નેશનલ બેંકમાં ૧ બિલિયન કૌભાંડના મુખ્ય આરોપી નીરવ મોદીને યુકે હાઈકોર્ટે જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. ૨૦૧૯ માં કસ્ટડીમાં લેવામાં આવ્યા પછી આ ૧૦મી વખત છે જ્યારે તેમની જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે.
દરમિયાન, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં જણાવ્યું હતું કે, યુકે હાઇકોર્ટે ફરી એકવાર નીરવ મોદીને જામીન આપવાનો ઇનકાર કર્યો છે. નીરવ મોદી ૧ બિલિયન ડોલરના પીએનબી કૌભાંડનો મુખ્ય સૂત્રધાર છે. આ નિર્ણય ૧૫ મે, ૨૦૨૫ ના રોજ તેમની ચોથી જામીન અરજીની સુનાવણી દરમિયાન લેવામાં આવ્યો હતો.
ઈડીએ વધુમાં લખ્યું છે કે, સુનાવણી દરમિયાન નીરવ મોદીના બચાવ અને ભારત સરકાર દ્વારા રજૂ કરાયેલા ફરિયાદ પક્ષના દલીલોની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. ઈડ્ઢ એ લેખિતમાં જણાવ્યું કે નીરવ મોદીએ કેવી રીતે મની લોન્ડરિંગ કર્યું, શેલ કંપનીઓ દ્વારા બ્રિટન જેવા અન્ય દેશોમાં પૈસા મોકલ્યા. કૌભાંડની રકમનો એક ભાગ પણ જપ્ત કરવામાં આવ્યો છે અને બેંકોમાં પરત કરવામાં આવ્યો છે. આ બધી હકીકતોને ધ્યાનમાં રાખીને, કોર્ટે જામીન અરજી ફગાવી દીધી.
દરમિયાન, આ નિર્ણય પછી, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેÂસ્ટગેશન (ઝ્રમ્ૈં) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, લંડનની હાઇકોર્ટ (કિંગ્સ બેન્ચ ડિવિઝન) માં નીરવ મોદીની નવી જામીન અરજી ફગાવી દેવામાં આવી છે. ભારતના કેસનો ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસના વકીલોએ જારદાર વિરોધ કર્યો હતો, જેમને સીબીઆઈની મજબૂત ટીમની મદદથી મદદ મળી હતી.
સીબીઆઈએ કહ્યું કે, અમે કોર્ટમાં મજબૂત દલીલો આપી હતી, જેના કારણે આ અરજી ફગાવી દેવામાં આવી હતી. નીરવ મોદી ૧૯ માર્ચ, ૨૦૧૯ થી યુકેની જેલમાં છે. તેને ભાગેડુ આર્થિક ગુનેગાર જાહેર કરવામાં આવ્યો છે અને ભારતમાં સીબીઆઈ દ્વારા તેના પર ૬૪૯૮.૨૦ કરોડ રૂપિયાના બેંક છેતરપિંડીના કેસમાં કેસ ચલાવવાનો છે.
સીબીઆઈએ વધુમાં જણાવ્યું હતું કે, યુકેમાં આ તેમની ૧૦મી જામીન અરજી હતી, જેને સીબીઆઈ દ્વારા ફરીથી પડકારવામાં આવી હતી. માર્ચ ૨૦૧૯ માં બ્રિટિશ પોલીસે નીરવ મોદીની અટકાયત કરી હતી અને યુકે હાઈકોર્ટે તેના ભારત પ્રત્યાર્પણને મંજૂરી આપી દીધી છે. ઈડ્ઢ એ ૨૦૧૮ માં નીરવ મોદી અને તેના કાકા મેહુક ચોક્સી વિરુદ્ધ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કેસ નોંધ્યો હતો અને ઘણી મિલકતો જપ્ત કરવામાં આવી હતી.