અમરેલી જિલ્લામાં રહેતા એક યુવકની બહેન પ્રેમી સાથે ભાગી ગઈ હતી. જેથી તે અંગેની તપાસ કરવા ગયેલા ભાઈ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે લાઠીના ઝરખીયા ગામે રહેતા સાગરભાઈ જગાભાઈ ચારોલા (ઉ.વ.૨૦)એ બાબરાના મોટા દેવળીયા ગામે રહેતા કિશોરભાઈ સુરાભાઈ વાઘેલા તથા રાહુલભાઈ રમેશભાઈ વાઘેલા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ સાગરભાઈની બહેનને ચિતલનો રાયધન લઈને જતો રહ્યો હતો. જે બાબતે તેઓ મોટા દેવળીયા ગામે તપાસ કરવા જતાં આરોપીઓએ અગાઉ શું કામ ગાળો આપી હતી તેમ કહી માથામાં કુહાડીનો ઘા માર્યો હતો. ઉપરાંત ગાળો આપી અપમાનિત કર્યા હતા. બાબરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એમ.ડી.રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.