જાણીતા ભાગવત કથાકાર પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ આજે જેતપુર તાલુકાના કાગવડ ગામ પાસે આવેલા વિશ્વ પ્રસિદ્ધ શ્રી ખોડલધામ મંદિરની મુલાકાતે પધાર્યા હતા. આ તકે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલ અને ટ્રસ્ટીઓએ પૂજ્ય ભાઈશ્રીનું ભાવથી સ્વાગત કર્યું હતું. પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ મા ખોડલના દિવ્ય દર્શન કર્યા હતા. આ તકે નરેશભાઈ પટેલ અને ટ્રસ્ટીઓએ પૂજ્ય ભાઈશ્રીને ખોડલધામનો ખેસ અને પુષ્પમાળા પહેરાવી મા ખોડલની પ્રતિમા અર્પણ કરીને તેમને શ્રી ખોડલધામ મંદિર પરિસરની મુલાકાત કરાવી હતી. સાથે જ ટ્રસ્ટ દ્વારા થઇ રહેલા સેવાકાર્યોની અને વિવિધ વિશ્વ રેકોડ્‌ર્સની માહિતી આપવામાં આવી હતી. આ તકે મંદિરમાં દર્શનાર્થીઓ માટે ઊભી કરાયેલી સુવિધા અને વ્યવસ્થા જોઈને પૂજ્ય ભાઈશ્રીએ મેનેજમેન્ટને બિરદાવ્યું હતું. આ પ્રસંગે પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ જણાવ્યું હતું કે, કાગવડમાં આપના દ્વારા મા ભગવતીને પ્રતિષ્ઠિત કર્યા છે.