ભારતમાં ગામડાઓનો ઉદ્‌ભવ અને વિકાસની સિંધુ ખિણ સંસ્કૃતિ, વૈદિક યુગ, મૌર્ય અને ગુપ્તયુગ અને મુસ્લિમ શાસકોના યુગની ચર્ચાઓ કરી છે. આજના અંકમાં આપણે જેને સોના કી ચિડીયા તરીકે ઓળખીએ છીએ એ આપણા હિન્દુસ્તાનમાં અંગ્રેજાનું શાસન ઈ.સ.૧૭પ૭ થી ૧૯૪૭ સુધી રહ્યું. આ સમય દરમ્યાન દેશના ગામડાઓની હાલત કેવી રહી તે આપણે સૌ ઈતિહાસના માધ્યમથી જાણીએ છીએ. આમ છતાં તેનો ટૂંકમાં સાર જણાવું તો ભારતમાં વેપાર અર્થે ડચ, ફ્રેન્ચો અને અંગ્રેજા સમયે – સમયે આવ્યા. વિશાળ અને સમૃધ્ધ ભારતનો દરિયા કિનારો વિદેશો સાથે વેપારનું કેન્દ્ર હતો. મુઘલ શાસન દરમ્યાન જ વિદેશીઓને વ્યાપાર ધંધો કરવાની મંજૂરીઓ આપવામાં આવતી હતી.
જયાં સમૃધ્ધિ હોય ત્યાં જ બુદ્ધિશાળી લોકો પોતાનું સામ્રાજય સ્થાપવાની ઈચ્છા રાખતા હોય છે. આ ખુલ્લી વાસ્તવિકતા છે. રાણી એલીઝાબેથના સમયમાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીની સ્થાપના ભારતમાં કરવામાં આવી હતી. સુરત, મુંબઈ, કોલકત્તા, ચેન્નાઈ (મદ્રાસ) જેવા દરિયા કિનારાના શહેરો પોર્ટના માધ્યમથી વેપાર કેન્દ્રો બન્યા હતા. અનાજ, મસાલા, કાપડ વિગેરે વેપારનું મોટું માધ્યમ બન્યા. નફો કરતી આ કંપનીએ વેપારના નામે દેશમાં રાજકિય દોરીસંચાર શરૂ કર્યો. આપણે ઈતિહાસના પાના ઉપર જાણ્યું છે કે ૧૭પ૭માં પ્લાસીના યુધ્ધમાં ગોરાઓ વિજેતા થયા અને બંગાળમાં અંગ્રેજ શાસનની શરૂઆત થઈ. ૧૭૬૪ માં બકસરના યુધ્ધ દરમ્યાન બિહાર, ઓરિસ્સા, બંગાળ જેવા સમૃધ્ધ રાજયો ઉપર અંગ્રેજાએે દિવાની આવક વસુલ કરવાની સત્તાઓ મેળવી લીધી. આમ બંગાળથી શરૂ કરીને ભારતના અલગ-અલગ ભાગો ઉપર સત્તા મેળવતા થયા. અંગ્રેજાની નીતિ ‘પહેલા ભાઈબંધી પછી બળવાખોરી’ હતી. આજે પણ કોઈ સંબંધોમાં દગો આપે તો કહેવત છે કે ‘અંગ્રેજો જેવો છે’. ૧૮પ૭ ના બળવા દરમ્યાન અનેક ક્રાંતિકારી દેશ ભક્તો મંગલ પાંડે, ઝાંસીની રાણી, તાત્યા ટોપે જેવા શુરાઓ ઉભર્યા હતા. ભારતનું કૃષિ આધારીત અર્થતંત્ર આર્થિક શોષણની નીતિઓના હિસાબે નબળું પાડયું. દેશી કાપડ ઉદ્યોગ – વ્યવસાય ઠપ થઈ ગયા. ખેડૂતોની હાલત દયાજનક બનાવી દીધી અને જમીનદારી પધ્ધત્તિઓ અંગ્રેજો અમલમાં લાગ્યા હતા. અંગ્રેજાએ
કૃષિ, કાપડ ઉદ્યોગ અને જમીનદારી પધ્ધત્તિઓ પછી અવ્યવસ્થિત નીતિઓ થોપીને દેશમાં કૃત્રિમ ભૂખમરો ઉભો કર્યો. અસમાન વિકાસ એટલે શહેરો વિકસ્યા પણ ગામડાઓ પછાત રહ્યા. મેકોલેની શિક્ષણ પધ્ધત્તિઓ લાવીને પશ્વિમી સંસ્કૃતિનો પ્રવેશ દેશમાં થયો. આજે વિશ્વના દેશો પોતાની માતૃભાષાનો ઉપયોગ કરે છે જયારે ભારત અંગ્રેજી ભાષામય બની ગયું છે. ઉંચા કરના હિસાબે ખેડૂતો જમીન ગુમાવતા ગયા, પરિણામે ખેડૂતો બેકાર અને ખેતમજૂરો બનતા ગયા. હસ્તકલા અને ગ્રામ ઉદ્યોગો નાશ પામ્યા, ન્યાય વ્યવસ્થાનો અભાવને કારણે અંગ્રેજ શાસનમાં ગામડાઓ આત્મનિર્ભરતાથી બીજા ઉપર નિર્ભર થઈ ગયા, ગામડા સમૃધ્ધિથી ગરીબી તરફ ધકેલાયા, કુશળ કારીગરોને બેરોજગાર બનાવ્યા, સાંસ્કૃતિક એકતાથી વિભાજન તરફ વાળવાનું કામ અંગ્રેજાના સમયમાં થતું હતું.