ભારત દેશની બિન સાંપ્રદાયીકતા એ દેશની તાકાત છે. ત્યારે હાલમાં દેશમાં ધાર્મિક કટ્ટરતાનું વાતાવરણ ફેલાયેલું છે ત્યારે અમરેલી જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ સેવક હસમુખ પટેલ દ્વારા તમામ શાળાના સંચાલકોને અનુરોધ કરવામાં આવી રહ્યો છે કે, બાળકોને ધાર્મિક ભાવનાઓના વિષયમાં ખુબ જ ગંભીરતાપૂર્વક શિક્ષણ આપવામાં આવે. તાજેતરમાં ઘણી શાળાઓમાં દેવી દેવતાઓના ફોટા કે પ્રાર્થના અને બુકસના વિષયને લઈને ઘર્ષણના બનાવો બન્યા છે ત્યારે કોઈપણ ધર્મ, સંપ્રદાય કે જાતિની લાગણી ન દુભાય તેવું વાતાવરણ બનાવી રાખવા સર્વ સંચાલકોને અપીલ કરી છે.