કોંગ્રેસની અનેક રાજય એકમોમાં ચાલી રહેલ વિવાદ વચ્ચે હવે પાર્ટીની મુંબઇ એકમના પ્રમુખ ભાઇ જગતાપ અને શહેરના યુવા કોંગ્રેસ અધ્યક્ષ જીશાન સિદ્દીકી વચ્ચે તકરાર શરૂ થઇ ગઇ છે.સિદ્દીકીએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખી અપમાનજનક વ્યવહાર અને અન્યાયનો આરોપ લગાવતા જગતાપની વિરૂધ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી છે.
બીજી તરફ જગતાપના નજીકના નેતાઓએ સિદ્દીકીના આરોપોને નકારી દીધા અને કહ્યું કે બાંદ્વા (પૂર્વં)ના ધારાસભ્યે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના સંગઠન મહામંત્રી કે સી વેણુગોપાલ અને અનેક અન્ય વરિષ્ઠ નેતાઓની હાજરીમાં ખોટા આચરણ અને અનુશાસનહીનતા કરી તેથી તેમની વિરૂધ્ધ કાર્યવાહી થવી જોઇએ. જગતાપ અને સિદ્દીકી વચ્ચે આ વિવાદની શરૂઆત ૧૪ નવેમ્બરે દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂની જયંતી પર કાઢવામાં આવનાર માર્ચ પહેલા સંપન્ન એક બેઠક સમયે થઇ સિદ્દીકીનો દાવો હતો કે બી આર આંબેડકરના નિવાસમાં થયેલ આ બેઠકમાં સામેલ નેતાઓની યાદીમાં તેમનું નામ સામેલ ન હતું અને જયારે ઘટના સ્થળે પહોંચ્યા તો તેમને અંદર જવા દેવામાં આવ્યા નહીં સોનિયા ગાંધીને લખેલ પત્રમાં જીશાને એ પણ દાવો કર્યો છે કે જગતાપે તેમની સાથે ધક્કા મુક્કી કરી અને તેમના અને તેમના સમુદાયની વિરૂધ્ધ અપમાનજનક શબ્દોનો પ્રયોગ કર્યો તેમણે કડક કાર્યવાહીની પણ માંગ કરી છે.
તેમણે પત્રમાં લખ્યું છે કે બેઠકની બહાર નિકાળળવા પર નેતાઓએ કહ્યું કે જગતાપે બધાની સામે મારી સાથે આવો વ્યવહાર કરવો જોઇએ નહીં. ભાઇ જગતાપે મને ઘકકો માર્યો અને મારા અને મારા સમુદાયની બાબતમાં ખુબ જ અપમાનજનક વાત કહી.સિદ્દીકીએ દાવો કર્યો કે ભાઇ જગતાપે મારી સાથે સતત અન્યાય કર્યો છે હું જન્મથી જ સાચો કોંગ્રેસી છું મને તમારા (સોનિયા ) પર વિશ્વાસ છે કે સખ્ત કાર્યવાહી કરવામાં આવશે
જગતાપના નજીકના એક નેતાએ જીશાનના આ દાવાઓને નકારી દીધા છે અને કહ્યું કે ભાઇ જગતાપના નેતૃત્વમાં અમે તમામ લોકો કોંગ્રેસને મુંબઇમાં ફરીથી નંબર એક પાર્ટી બનાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે પરંતુ કેટલાક લોકો પૈસાના અહંકારમાં કોંગ્રેસને નુકસાન પહોંચાડી રહ્યાં છએ આવા લોકોની વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવી જોઇએ કોંગ્રેસની મુંબઇ એકમના નેતાઓ વચ્ચે આ તકરાર એવા સમયે શરૂ થઇ છે જયારે આગામી વર્ષ બૃહદ મુંબઇ મહાનગરપાલિકા(બીએમસી)ની ચુંટણી થનાર છે.મુંબઇની રાજનીતિમાં કયારેક દબદબો રાખનારી કોંગ્રેસના મહારાષ્ટ્ર વિધાનસભામાં શહેરથી હાલ ફકત ચાર ધારાસભ્ય છે બીએમસીમાં પણ કોંગ્રેસ ત્રીજો નંબરની પાર્ટી બની ગઇ છે.