બગસરા-વિસાવદર રોડ પર આવેલા ભલગામ નજીક ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતાં બાઇક સવાર બે વ્યક્તિમાંથી હરેશભાઇ રઘુભાઈ જીંજુવાડીયાનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે રાજુભાઇ પ્રાગજીભાઈ સીહોરા ગંભીર રીતે ઘાયલ થયા હોવાને કારણે તેમને પ્રથમ ૧૦૮ દ્વારા બગસરા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે જૂનાગઢ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતના બનાવને લઈ વિસાવદર પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે. આ હાઈવે પર અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે ત્યારે તંત્ર દ્વારા લાલ આંખ કેમ થતી નથી
તેવો સવાલ લોકોમાંથી ઉઠવા પામ્યો છે.