કરોડો રૂપિયાની જીએસટી ઇનપુટ ક્રેડિટ ના કૌભાંડમાં અંકલેશ્વરના બે કારોબારીની ધરપકડ કરાઈ છે. બોગસ ચલણના આધારે આખા કૌભાંડને અંજામ આપવામાં આવ્યું હતું. આ મામલે ૨ કારોબારીઓની ધરપકડ કરવામાં આવી છે જયારે ૧ ફરાર વ્યÂક્તની શોધખોળ કરવામાં આવી રહી છે. કૌભાંડનો આંકડો ૧૨ કરોડને પાર હોવાની વિગતો સામે આવી રહી છે.
જીપેસ્ટી વિભાગના સૂત્રો તરફથી મળતી મહાહિતી મુજબ રૂપિયા ૭૦.૫૪ કરોડના બોગસ ચલણના આધારે રૂપિયા ૧૨.૭૬ કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. માર્ચ ૨૦૨૩થી જાન્યુઆરી ૨૦૨૪દરમિયાન કૌભાંડ આચરવામાં આવ્યું હતું. અમન દીક્ષિત અને મૌલિક પારેખની ધરપકડ કરાઈ છે જયારે ગુનામાં ઉદય માનસરા નામનો વ્યÂક્ત ફરાર છે. આર બી એન્ટરપ્રાઈઝ નામની પેઢી બનાવી કૌભાંડ ચલાવ્યું હતું જે અંગે જીએસટી વિભાગે ઉંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.