પહલગામ આતંકવાદી હુમલા અને ઓપરેશન સિંદૂર પછી, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ભરૂચ જિલ્લામાં બીજી વખત ૪૪ બાંગ્લાદેશી ઘુસણખોરોને પકડ્યા છે.

પહલગામ હુમલા બાદ, દેશભરની સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. ભરૂચમાં ઘુસણખોરોને શોધવા માટે તંત્રને એક્શન મોડમાં લાવવામાં આવ્યું હતું. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા બાંગ્લાદેશી ઘુસણખોરો સામે મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ટીવટ માં જણાવ્યુ કે ભરૂચ એસઓજી પોલીસે ઝડપી કાર્યવાહીમાં છેલ્લા ૪૮ કલાકમાં ભરૂચ શહેર, અંકલેશ્વર શહેર અને અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાંથી ૪૪ બાંગ્લાદેશી નાગરિકોની અટકાયત કરી છે. કેન્દ્રીય ગૃહ વિભાગ સાથે પરામર્શ કર્યા પછી અટકાયત કરાયેલા વ્યક્તિઓને દેશનિકાલ કરવામાં આવશે.

જિલ્લામાં સતત બીજા ૪૮ કલાકના ઓપરેશનમાં, કુલ ૭ અલગ અલગ ટીમોએ ભરૂચના વિવિધ વિસ્તારોમાં દરોડા પાડ્યા અને ઘુસણખોરીના આરોપસર કુલ ૪૪ બાંગ્લાદેશી નાગરિકોને પકડ્યા. ધરપકડ કરાયેલા બાંગ્લાદેશીઓમાં ૧૧ પુરુષો, ૧૮ મહિલાઓ અને ૧૫ બાળકોનો સમાવેશ થાય છે. ભરૂચ પોલીસ મુખ્યાલયમાં તમામ વિદેશી નાગરિકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે આ લોકો ગેરકાયદેસર રીતે દેશમાં પ્રવેશ કરી રહ્યા હતા અને કદાચ ખોટી ઓળખ સાથે રહેતા હતા. આ કાર્યવાહીથી સ્પષ્ટ થાય છે કે સુરક્ષા એજન્સીઓ ઘુસણખોરો સામે કડક વલણ અપનાવી રહી છે અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ સામે સતર્ક કાર્યવાહી કરશે. અવિરત સરકારી તબીબોની ટીમે ૧૨.૩૦ કલાકમાં મોટાભાગના પોસ્ટમોર્ટમ કરી ફરજ નિષ્ઠાની મિસાલ કાયમ કરી અમદાવાદમાં તાજેતરમાં થયેલી કરુણ વિમાન દુર્ઘટના બાદ, જ્યાં એક તરફ શોક અને ગમગીનીનો માહોલ હતો, ત્યાં બીજી તરફ સરકારી તબીબોની અસાધારણ કર્તવ્યનિષ્ઠા અને કાર્યદક્ષતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ જોવા મળ્યું છે. આ પડકારજનક સંજાગોમાં, રાજ્યના આરોગ્ય વિભાગના ડાક્ટરોની ટીમે ૧૨ જૂનની સાંજે ૪ઃ૩૦ થી શરૂ કરીને ૧૩ જૂનની સવારે ૫ઃ૦૦ સુધી એમ માત્ર ૧૨ઃ૩૦ કલાકના ગાળામાં મોટી સંખ્યામાં પોસ્ટમોર્ટમની જટિલ પ્રક્રિયા પૂર્ણ કરીને માનવતા અને સેવા પરાયણતાનો એક નવો અધ્યાય લખ્યો છે.