(એ.આર.એલ),ભરૂચ,તા.૨૨
ભરૂચ જીલ્લામાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નશાયુકત પદાર્થોના ખરીદ-વેચાણ અને હેરાફેરી અટકાવવા માટે અસરકારક અને પરીણામલક્ષી કામગીરી કરવા તથા આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઇસમો વિરૂધ્ધ કેસો કરવા પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ તથા ભરૂચ પોલીસ અધિક્ષક મયુર ચાવડા નાઓ દ્વારા નો ડ્રગ્સ ઇન ભરૂચ અંતર્ગત જીલ્લાના તમામ અધિકારીઓને સુચના અસરકારક કામગીરી માટે સૂચના આપી હતી. જે સુચના આધારે પો.ઇન્સ.એ.એ.ચૌધરી નાઓના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.સ્ટાફની ટીમો બનાવી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
એસ.ઓ.જી.ટીમ દ્વારા જીલ્લામાં પેટ્રોલીંગની કામગીરી હાથ ધરવામાં આવેલ જે દરમ્યાન એ.એસ.આઇ.ગુલામ મહંમદ સરદારખાનને મળેલ ચોક્કસ બાતમી આધારે રેઇડ કરતા ધનાભાઈ જેરામભાઇ આહીરના ખેતરમાં વનસ્પતજન્ય લીલા-સુકા ગાંજાના ૫૨ છોડ મળી આવ્યા હતા જેનું કુલ વજન ૩૯.૬૫૦ કિ.ગ્રા. હતું. આ મુદ્દામાલ કબ્જે કરી આરોપી ધનાભાઇ જેરામભાઇ આહીર વિરૂધ્ધ એન.ડી.પી.એસ.એકટ કલમ- ૮, ૨૦ મુજબ અંકલેશ્વર શહેર “બી” ડીવી. પોલીસ સ્ટેશન માં ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે.
નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ ૧૯૮૫ હેઠળ ડ્રગ્સ સંબંધિત એવા કેસોમાં કાર્યવાહી કરવામાં આવે છે. આ કાયદામાં નાર્કોટિક અને સાયકોટ્રોપિક કેમિકલ પર નિયંત્રણો લાદવામાં આવ્યા છે. આ રસાયણો અથવા દવાઓને નિયંત્રત કરતા કાયદાને એનડીપીએસ એક્ટ, નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક ડ્રગ્સ એક્ટ, ૧૯૮૫ કહેવામાં આવે છે. આ કાયદાને નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ ૧૯૮૫ પણ કહેવામાં આવે છે. ૧૯૮૫ માં સંસદ દ્વારા પસાર કરાયેલ આ કાયદો, કોઈપણ વ્યક્તને માદક દ્રવ્યોના ઉત્પાદન, ઉત્પાદન, ખેતી, માલિકી, ખરીદી, સંગ્રહ, પરિવહન, સેવન અથવા ધરાવવા પર પ્રતિબંધ મૂકે છે. આ એનડીપીએસ એક્ટની કલમ ૨૦ હેઠળની જાગવાઈઓ છે. ગુનાને ઝડપી પાડવામાં પો.ઈન્સ.એ.એ.ચૌધરી સાથે એએસઆઇ ગુલામ મહંમદ સરદારખાન, હે.કો.શિવાંગસિંહ પ્રતાપસિંહ, પો.કો.મો.ગુફરાન મો.આરીફ,પો.સ.ઈ.શ્રી એમ.એચ.વાઢેર, એએસઆઇ જયેન્દ્રસિંહ મહોબતસિંહ, હે.કો.નિલેષભાઇ નારસીંગભાઇ અને ડ્રા.પો.કો.અશ્વનભાઇ શંભુભાઇએ જહેમત ઉઠાવી હતી.