આમોદના કાંકરીયા ગામે થયેલ ધર્માંતરણને હાઇકોર્ટે રાષ્ટ્રીય કક્ષાનું મોટું ષડયંત્ર ગણાવ્યું, આરોપીઓને ક્વોશિંગ પિટિશન કરી રદ્દ કરી. ભરૂચના આમોદ તાલુકાના કાંકરિયા ગામમાં થયેલા ચકચારી ધર્માંતરણ કેસમાં ગુજરાત હાઈકોર્ટનો ૫૪ પાનાનો વિગતવાર ઓર્ડર બહાર આવ્યો છે. હાઈકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે આ કેસ માત્ર એક વ્યક્તિ કે ગામના ધર્માંતરણનો નથી, પરંતુ રાષ્ટ્રીય કક્ષાનો મોટો અને ખતરનાક ષડયંત્ર છે.કોર્ટએ આ કેસમાં સામેલ તમામ આરોપીઓની ક્વોશિંગ પિટિશન- રદ કરવાની માંગ ફગાવી દીધી છે અને તપાસ તેમજ ટ્રાયલ પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો છે.
કોર્ટએ જણાવ્યું કે તપાસ એજન્સીઓએ આ ષડયંત્રના મૂળ સુધી પહોંચવું જરૂરી છે, કારણ કે પ્રાથમિક પુરાવાઓ પરથી સ્પષ્ટ થાય છે કે આ મામલો ધાર્મિક પરિવર્તન કરતા પણ મોટો છે અને તેમાં સંગઠિત ત¥વો સામેલ હોઈ શકે છે.હાઈકોર્ટે ભાગેડુ આરોપી અબદુલ આદમ પટેલ (ફેફડાવાલા હાજી અંગે ગંભીર અવલોકન આપ્યું છે. કોર્ટએ નોંધ્યું કે આ વ્યક્તિ એફઆઇઆર નોંધાયા પહેલા વિદેશથી ૨૫ વખત ભારત આવ્યો હતો, પરંતુ એફઆઇઆર બાદ એક વાર પણ ભારત આવ્યો નથી. કોર્ટએ તેના વર્તનને “શંકાસ્પદ” ગણાવ્યું છે. નવેમ્બર ૨૦૨૧માં આમોદ તાલુકાના કાંકરિયા ગામના ૩૭ કુટુંબો — ૧૦૦થી વધુ લોકોએ ધર્માંતરણ કર્યુ હતું. તપાસમાં ખુલ્યું હતું કે આ ધર્માંતરણ પૂર્વનિર્ધારિત યોજના મુજબ કરવામાં આવ્યું હતું.










































