ભરૂચના વાગરા પોલીસ મથકનો સ્ટાફ સાયખા  વિસ્તારમાં આવેલ એમ.આર ચોકડી ખાતે વાહન ચેકીંગમાં હાજર હતા. તે દરમિયાન રિક્ષામાંથી બે પરપ્રાંતીય જેવા લાગતા ઈસમો ઉતરી રીક્ષાવાળાને ભાડું આપી કાળા કલરનું બેગ ભેરવી સાયખા ગામ તરફ જઈ રહ્યા હતા. પોલીસને શંકા જતા બંને ઇસમોને અટકાવી તેઓ પાસે રહેલ થેલાની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂ મળી આવ્યો હતો.
પોલીસે રૂપિયા ૨૫,૫૦૦ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી દેવેન્દ્ર પ્રકાશ નિહાલય તેમજ રોહિત રાઠોર રાજુ રાઠોર નામના બે ઇસમોની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.