અમરેલીના કર્મભૂમિ ડેવલોપમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અમરેલી જિલ્લાના ધોરણ ૯ થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે “Your Future, Your Choice” શીર્ષક હેઠળ કરિયર કાઉન્સેલિંગ સેમિનારનું આયોજન સાંસદ ભરતભાઈ સુતરીયા અને કૌશિકભાઈ વેકરીયાનાં અધ્યક્ષ સ્થાને અમરેલી સિવિલ હોસ્પિટલના ઓડિટોરિયમ હોલ ખાતે કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં કરીયર માર્ગદર્શન નિષ્ણાંતોએ ભવિષ્યની કારકીર્દી અંગે વિદ્યાર્થીઓને સ્પષ્ટ દીશા આપવા અને વિવિધ ક્ષેત્રોમાં ઉપલબ્ધ શિક્ષણ અને રોજગારીના વિકલ્પો અંગે માહિતી આપી હતી.વિદ્વતવર્તુળે વિદ્યાર્થીઓને શિક્ષણના મહત્વ વિશે વિસ્તૃત રીતે સમજાવ્યું અને પોતાના હિતમાં યોગ્ય પસંદગી કરવાની પ્રેરણા આપી હતી. આ તકે ડીડીઓ પંડયા, પ્રાંત અધિકારી નાકીયા સહિતનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.









































