અમરેલી જિલ્લામાં લોકસભાની ચૂંટણીનો પ્રચાર છેલ્લાં પડાવમાં ચાલી રહ્યો છે. ઉમેદવાર હવે આજ સાંજથી ખાનગી મીટીંગો શરૂ કરશે. લોકસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત ભારતીય જનતા પક્ષના અમરેલી બેઠકના ઉમેદવાર ભરતભાઈ સુતરિયાના સમર્થનમાં જિલ્લાના ડા.સેલ દ્વારા ડાક્ટર એસોસિયેશન, આયુષ ડાક્ટર, મેડિકલ એસોસિયેશન, એમ.આર. એસોસિયેશન, એજન્સી ઓનર, લેબ. ટેક, ન‹સગ સ્ટાફ સહિત પેરા મેડિકલ ફિલ્ડમાં કાર્યરત લોકોની મીટીંગ રાધિકા ગાર્ડન રેસ્ટોરન્ટ અમરેલી ખાતે મળી હતી. આ બેઠકમાં અમરેલીના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયાએ અધ્યક્ષસ્થાનેથી રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા થઈ રહેલી વણથંભી વિકાસની વણઝારની વાતો વર્ણવી હતી, સરળ સ્વભાવના ખેડૂત ઉમેદવાર ભરતભાઈ સુતરિયાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આરોગ્ય ક્ષેત્રે જન સુવિધા માટે આયુષ્યમાન કાર્ડ યોજના જન સામાન્ય માટે આશીર્વાદ રૂપ છે તેમ જણાવી કમળને મત આપવા અપીલ કરી હતી, અત્રે પ્રદેશ બક્ષીપંચ મોરચાના મંત્રી મયુરભાઈ માંજરિયા, સુરતના યુવા અગ્રણી અલ્પેશ કથિરિયા, ધાર્મિક માલવિયા, જીલ્લાના નામાંકિત તબીબો ડા. એસ.આર. દવે, ડા. ડી.એમ. ઉનડકટ, ડા. આર.ડી. ઘોડાસરા, ડા. અશોક પરમાર, ડા. હર્ષદ રાઠોડ, ડા. નરેન્દ્ર સોજીત્રા, ડા. ભાવેશ રામાનુજ, ડા. કલ્પેશ ટાંક, ડા. વિવેક જોષી, ડા. પંકજ ચાવડા, ડા. સોલંકી, ડા. સાપરિયા, ડા. પાડા, પૂર્વ નગર સેવક ડા. ચંદ્રેશ ખુંટ, ડા. નીલેશ ભીંગરાડિયા, ડા. એચ.એસ. પરમાર, ડા. કોટડિયા, ડા. દિનેશ બોરડ, સહિત પેરા મેડિકલ, હેલ્પર બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. પ્રધાનમંત્રી મોદીના હાથ મજબૂત કરવા અને ત્રીજીવાર પ્રધાનમંત્રી બને તે માટે હનુમાનપરામાં આવેલી કડવા પટેલ સમાજની વાડી ખાતે સાંજના સમયે વેપારી મહાજનો માટે સ્નેહમિલનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં વેપારીઓ ભાજપ તરફી મતદાન કરે તેવો અનુરોધ કરવામાં આવ્યો હતો. લોકસભાની ચૂંટણીના મતદાન પહેલા વાંશિયાળી ગામે રાત્રી સભા, ગોખરવાળા ખાતે માતાજીનો દિવ્ય માંડવો, ગારીયાધાર ખાતે ભવ્ય બાઈક રેલી કાઢી ભાજપ ઉમેદવાર ભરત સુતરીયાના સમર્થનમાં આયોજન કરવામાં આવ્યું હતું. વાંશિયાળી ગામે રાત્રી સભામાં ધારાસભ્ય મહેશભાઈ કસવાલા સહિત ગામના સરપંચ સહિતના ભાજપના કાર્યકર્તાઓ અને ગામના લોકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. જનકભાઈ તળાવીયા દ્વારા પોતાના વિસ્તારમાં ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવ્યો હતો જેમાં પ્રધાનમંત્રીના ગેરંટી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે બાબરા તાલુકા ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ, શહેર ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ, જિલ્લા પંચાયતના સભ્યો તેમજ હોદ્દેદારો, સંગઠનના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. લાઠી શહેરમાં લોકસભાની ચૂંટણીના ભવ્ય વિજય માટે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લોકો ગરબાના તાલે ઝુમી ઉઠયા હતા. ભરતભાઈ સુતરીયાના સમર્થનમાં લાઠી પંથક કેસરીયા માહોલમાં રંગાયુ હતુ. લાઠી તાલુકા ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ, શહેર ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ, જિલ્લા પંચાયતના સભ્યો તેમજ હોદ્દેદારો, મહિલા મોરચાના સદસ્યો, સંગઠનના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત અમરેલી શહેરમાં ટૂંકા ગાળામાં સમસ્ત લેઉવા પટેલ સમાજ,સમસ્ત બ્રહ્મ સમાજ, સમસ્ત પ્રજાપતિ સમાજ, વિશ્વકર્મા સમાજ, કુંભાર સમાજ, સુથાર સમાજ, વાળંદ સમાજ, મહારાષ્ટ્રીયન સમાજ, કોળી સમાજ સહિત તમામ સમાજો દ્વારા આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપ તરફી મતદાન કરવા સ્નેહ મિલન સમારોહ યોજાયા હતા. જેમાં હજારોની સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહી ભાજપ ઉમેદવાર ભરત સુતરીયાને જાહેર સમર્થન આપ્યુ હતુ.