હાલમાં પોલીસ વિભાગમાં ભરતીની પ્રક્રિયા ચાલુ છે ત્યારે ભરતી અંતર્ગત અમરેલી આવતા ભાઇઓ-બહેનો માટે નગરપાલિકા સંચાલિત સેન્ટર હાઉસ ખાતે રહેવા જમવાની વ્યવસ્થા કરવામાં આવે તેવી નગરસેવક સન્ની ડાબસરા તથા દિલાભાઇ વાળા દ્વારા ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી છે. યુવાનો ભરતી પ્રક્રિયા માટે અન્ય જિલ્લામાંથી અમરેલી આવતા હોય છે. તેમને રહેવા-જમવાની ઘણી તકલીફો જણાતી હોય છે. ત્યારે પાલિકા દ્વારા સહકારની ભાવનાથી શેલ્ટર હાઉસ ખાતે આવા ભાઇઓ બહેનો માટે રહેવા અને જમવાની વ્યવસ્થા કરવામાં આવે તે ઇચ્છનીય છે. સદસ્યોએ પણ આ કાર્યમાં મદદરૂપ થવાની ખાતરી આપી હતી.