કોડીનાર પોલીસ સ્ટેશનના પી.આઈ. એમ.કે. વણારકાના માર્ગદર્શન હેઠળ પોલીસે અદાલતી વોરંટના નાસતા-ફરતા આરોપીઓને પકડવાની ઝુંબેશ હાથ ધરી છે. આ કાર્યવાહી દરમિયાન ભરણપોષણની રકમ ન ચૂકવનાર ત્રણ આરોપીઓની ધરપકડ કરી જૂનાગઢ જેલ હવાલે કરવામાં આવ્યા છે.