અમરેલી જિલ્લામાં વરસાદની શરૂઆત સાથે જ વીજશોકની ઘટના પણ સામે આવવા લાગી છે. ભરડા અને રામપરા-૨ ગામે વીજશોકથી બે ગાયના મોત થયા હતા. અમરેલીના ભરડા ગામે રહેતા મનીષભાઈ બાઘાભાઈ બતાડા (ઉ.વ.૩૮)એ જાહેર કર્યા મુજબ, તેમની ગાય જીઈબી લાઈનનો અકસ્માતે ઈલેક્ટ્રિક શોક લાગતા સારવાર મળે તે પહેલા સ્થળ પર મરણ પામી હતી. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ જે.કે. ડામોર વધુ તપાસ કરી રહ્યા છે. રાજુલાના રામપરા-૨ ગામે રહેતા જંડુરભાઈ ભાયાભાઈ વાઘ (ઉ.વ.૪૬)એ જાહેર કર્યા મુજબ સબ સ્ટેશનના થાંભલા પાસે લગાવેલા તારમાંથી ઈલેક્ટ્રિક શોક લાગતાં તેમની ગાય મરણ પામી હતી. મરીન પીપાવાવ પોલીસ સ્ટેશનના એએસઆઈ એચ.એલ. રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.