અમરેલી જિલ્લામાં મોટી સંખ્યામાં ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઇ છે. જેના કારણે આવી સમરસ જાહેર થયેલી ગ્રામ પંચાયતોને જાગવાઇ મુજબ સરકાર તરફથી ખાસ ગ્રાન્ટ આપવામાં આવશે. આ જ રીતે સાવરકુંડલા તાલુકાના ભમ્મર ગામે જયાબેન મનુભાઇ વાટલીયા સરપંચ તરીકે બિનહરીફ જાહેર થયા છે. સાથે સમગ્ર પેનલ પણ બિનહરીફ થઇ છે. ત્યારે સરપંચ સહિત તમામ ઉમેદવારોને યુવા લેખક નિર્મળ વાટલીયા સહિતના આગેવાનોએ અભિનંદન સહ શુભેચ્છા પાઠવી હતી, તેમજ ગ્રામજનોનો આભાર વ્યક્તકરવામાં આવ્યો હતો.